Abtak Media Google News

હવે ‘ગરમ’દિવસો પણ રહ્યા છે

ઉત્તર, પશ્ર્ચિમ અને મધ્ય ભારતમાં સામાન્ય કરતા આ વર્ષે ગરમીનું જોર વધું રહે તેવી ભીતિ

ઉનાળામાં સામાન્ય ગરમી કરતા અડધો ડિગ્રી વધવાની શકયતા: હવામાન વિભાગ

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના લોકોએ ઉનાળાનાં દિવસોમાં કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર થઈ જવું પડશે તેમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગના મતે આ વર્ષે ઉનાળામાં પ્રવર્તતી ગરમી કરતા અડધો ડઝન ગરમી વધવાની શકયતા છે.

હવામાન ખાતુ જણાવે છે ઉત્તર પશ્ર્ચિમ, પશ્ર્ચિમ, મધ્યભારત અને દક્ષિણના કેટલાક વિભાગોમાં ઉનાળામાં પ્રવર્તતી સામાન્ય ગરમી કરતા આ વર્ષે ગરમી વધુ કાળઝાળ બનશે માર્ચથી મે દરમિયાન ઉનાળામાં એ સિવાયના અન્ય વિસ્તારોમાં ગરમી સામાન્ય રહેશે.

માર્ચથી મે દરમિયાન ઉનાળા અંગેની આગાહી કરતા ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતુ કે એચ.ડબલ્યુ ઝોનમાં પંજામ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, છતીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, ઓરિસ્સા, તેલગાણા, મરાઠાવાડા,મધ્ય મહારાષ્ટ્ર અને આંધ્રના કેટલાક વિસ્તારો આવે છે. આ વિસ્તારોમાં ઉનાળામાં મહત્તમ તાપમાન વધુમાં વધુ ૪૩ ડિગ્રી સેલ્સીયસ રહેતુ હોય છે.

આ બાબતે ઉનાળાની ઋતુના ત્રણ માસ માર્ચ-એપ્રીલ મે દરમિયાન ઉપરોકત વિસ્તારોમાં ઉનાળામાં રહેલા તાપમાન કરતા આ વર્ષે અડધો ડિગ્રી તાપમાન વધશે.

સૌરાષ્ટ્રમાં અગાઉ ગરમી ૪૪ ડિગ્રી સુધી પહોચી છે. ઉનાળાના સમય દરમિયાન સૌરાષ્ટ્રમાં અગાઉ કેટલીક વખતે તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોચી ગયું છે. ૪૨ થી ૪૩ ડિગ્રી સેલ્સીયસ તાપમાનનો કેટલોય સમય રહેલુ હતુ અને વધીને ૪૪ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોચી જતુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.