Abtak Media Google News

7પ દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્ર્વમાં આજથી 1પ મી ઓગસ્ટ સુધી ડેલ્ટા-એક્વેરીડ્સ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્ર્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દિરયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્ભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે. વાદળોના અવરોધો વચ્ચે પણ ઉલ્કાવર્ષા જોવા મળશે.

જાથાના રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે આજથી આકાશમાં ડેલ્ટા-એક્વેરીડ્સ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા.30મી જુલાઈએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના 1પ થી પ0 અને વધુમાં વધુ એકસો ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે. આ નજારો 1પ અને ર3 ઓગસ્ટ સુધી ક્રમશ: જોવા મળશે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે.

ડેલ્ટા-એક્વેરીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારીમાં જાથાના સહમંત્રી પ્રમોદ પંડયા,  ઉમેશ રાવ, વિનુભાઈ લોદરીયા, કાર્તિક ભટ્ટ, અમીયલ બાદી, રૂચિર કારીયા, રોમીત રાજદેવ, અરવિંદ પટેલ, રોહિત પટેલ, મગનભાઈ પટેલ, ગૌરાંગ કારીયા, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, રાજુ યાદવ, અનેક સદસ્યો જોડાયા છે.

રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ : 98252 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.