Abtak Media Google News

જો તમે પણ એલપીજી ગેસ સિલિન્ડર બુક કરવા જઇ રહ્યા છો, તો તમને 900 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આઈઓસીએલએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. પેટીએમ દ્વારા ગ્રાહકોને આ વિશેષ ઓફર આપવામાં આવી રહી છે. પેટીએમની આ ઓફર 31 જુલાઈ સુધી માન્ય રાખવામા આવી છે. એટલે કે તમારી પાસે ફક્ત 10 દિવસનો સમય બાકી છે. 3 એલપીજી સિલિન્ડર બુક કરાવ્યા સુધીજ ગ્રાહકને રૂ .900 સુધીની કેશબેક આપવાની સ્કીમ બ્નવવામાં આવી છે.

પહેલા 3 સિલિન્ડર બુક કરાવવા પર 900 રૂપિયા સુધીની છૂટ પે ટીએમ પરથી મળશે. આ ઓફરનો લાભ ફક્ત તે જ ગ્રાહકોને મળશે જે ગેસ સિલિન્ડર પેટીએમ દ્વારા પહેલીવાર બુક કરાવી રહ્યા છે. તેમજ આ ઓફર ન્યૂનતમ 500 રૂપિયાના બુકિંગ પર પણ મળશે. આ સિવાય, તમે આ ઝુંબેશમાં ફક્ત એક જ વાર ઓફરનો લાભ લઈ શકો છો.

ઇંડિયન ઓઇલ કોર્પોરેસને ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. કંપનીએ ટ્વિટમાં લખ્યું છે કે જો તમે પેટીએમ દ્વારા ચૂકવણી કરીને સિલિન્ડરને ફરીથી ભરશો, તો તમને 900 રૂપિયા સુધીની કેશબેક મળી શકે છે.

પેટીએમ મારફતે સિલિન્ડર બુક કરાવી ૯૦૦ રૂપિયાનો ફાયદો મેળવવા માટે તમારે આ પ્રક્રિયા કરવી પડશે

  • તમારે પેટીએમ એપ્લિકેશન પર જવું પડશે.
  • તમારે Paytm માં વધુ બતાવો પર ક્લિક કરવું પડશે.
  • રિચાર્જ અને પે બિલ પર ક્લિક કરો.
  • સિલિન્ડર બુક પર ક્લિક કરો.
  • તમારા ગેસ કંપની પસંદ કરો, જેમાં ભારત ગેસ, એચપીસીએલ, ઇન્ડેન આપવામાં આવશે.
  • હવે તમારો મોબાઇલ નંબર અથવા એલપીજી આઈડી દાખલ કરો.
  • આ પછી તમારે ચુકવણી કરવી પડશે.
  • આ પછી સ્ક્રેચ કાર્ડ આવશે.

આ તમામ પ્રક્રિયા બાદ તમને તમારા સિલિન્ડર પર થયેલ ફાયદો મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.