Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેર તેમજ જીલ્લાનાં તાપમાન હાલમાં 42 ડિગ્રીએ પહોંચી જતું હોય છે ત્યારે સામાન્ય રીતે જનજીવન ઉપર પણ ભારે અસર કરતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં બપોરનો સમય થતાં તો રોડ રસ્તા પણ સૂમસામ બની જતા હોય છે અને આકાશમાંથી જાણે કે અગન વર્ષા વર્ષથી હોય એ રીતે ગરમીનો અને તાપમાનનો પારો પણ ઉપર ચડી જાય છે ત્યારે સામાન્ય રીતે મનુષ્ય તો પોતાના ઘરમાં એસી કુલર પંખા દ્વારા ઠંડક મેળવતા હોય છે ત્યારે પશુધનને ભારે મુશ્કેલીનો સામનો તાપમાનમાં કરવો પડતો હોય છે ત્યારે સાવ નાજુ ક ગણાતું પક્ષી હોલા કહેવામાં આવે છે ત્યારે શહેરનું તાપમાન 42 ડિગ્રી ઉપર પહોંચી જતા પોતે તાપમાન થી બચવા માટે આમતેમ ફાંફા મારી અને એક શાંત અને રમણીય જગ્યામાં આંકડા નું ઝાડ જોવા મળતા જ્યાં હોલા નો પરિવાર લાઇન બંધ ઠંડક મેળવવા માટે ગોઠવાઈ ગયેલો તસવીરમાં નજરે પડી રહ્યો છે ત્યારે આ પંખી ને જોતા લાગી રહ્યું છે કે સુરેન્દ્રનગરના તાપમાનનો ભારે આકરો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે હોલા આંકડા ના ઝાડ નીચે એકદમ ઠંડક મળે તે રીતે ગોઠવાઇ ગયેલા તસવીરમાં નજરે પડી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.