ઘર મોરે પરદેશીયા… મહેંદી સેરેમનીમાં અંબાણી પરિવારની વહુ લાગી મનમોહક, જુઓ વીડીયો

દેશના સૌથી ધનિક અંબાણી પરિવારમાં જશ્નનો માહોલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથેના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ કપલ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે. લગ્નની વિધિની સાથે બંને ઘરમાં ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. આ કપલે મંગળવારે તેમના મહેંદી ફંક્શનનું આયોજન કર્યું હતું. આ સમારોહની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મહેંદી ફંક્શનમાં પરિવારના સભ્યો અને ઇન્ડસ્ટ્રીના તેના નજીકના મિત્રોએ હાજરી આપી હતી. આ ઈવેન્ટમાંથી બ્રાઇડ ટુ બીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મહેંદી સેરેમનીમાં રાધિકા મર્ચન્ટ લાગી મનમોહક

વાયરલ થયેલા ફંક્શનના એક વીડિયોમાં રાધિકા મર્ચન્ટ આલિયા ભટ્ટના ગીત ઘર ​​મોર પરદેશિયા પર દિલથી ડાન્સ કરતી જોઈ શકાય છે. અંબાણી પરિવારની પુત્રવધૂ, રાધિકાએ તેની મહેંદી રાત્રે તેના આકર્ષક ડાન્સ મૂવ્સ અને દેખાવથી દરેકના દિલ ચોર્યા. અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટે તેના મહેંદી ફંક્શન માટે ફ્યુશિયા પિંક ફ્લોરલ સિલ્ક એમ્બ્રોઇડરી કરેલો લહેંગા પહેર્યો હતો. રાધિકાએ પોલ્કી ચોકર નેકલેસ, મેચિંગ એરિંગ્સ, માંગ-ટીકા અને મોટા ગળાનો હાર પહેર્યો હતો.

તસ્વીરોમાં જોઈ શકાય છે કે રાધિકાએ તેના હાથ પર અનંતના નામની મહેંદી લગાવી હતી અને મહેંદી લગાવેલી તસ્વીર તેણે પોતાના સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.

 

રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી સગાઇ
Who is Radhika Merchant wife of Anant Ambani Mukesh Ambani s younger daughter in law - India Hindi News - क्या करती हैं मुकेश अंबानी की छोटी बहू राधिका मर्चेंट, न्यूयॉर्क से

તમને જણાવી દઈએ કે અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટની સગાઇ 29 ડિસેમ્બર 2022 ના રોજ  રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાણી પરિવારે મુંબઈમાં સગાઈની પાર્ટી પણ યોજી હતી.ટૂંક સમયમાં જ આ કપલ લગ્નના બંધનમાં બંધાશે.