Abtak Media Google News

પ્રમુખ સ્વામી મહારાજે 2,50,000 કરતાં વધુ ઘરોમાં જઇ પારિવારિક એકતા દ્રઢ કરાવી

પારિવારિક એકતા દિને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત

વિરલ સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અસંખ્ય લોકોને ઉચ્ચ જીવનની રાહ ચીંધીને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. ‘ વસુધૈવ કુટુમ્બકમ્’ – સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર સમજનાર પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં 95 વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતાં બચાવ્યા હતા, પરિવારોને સુગ્રથિત કર્યા હતા.

Screenshot 9 26

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી ઉત્સવ ઉપક્રમે સમાજના પ્રત્યેક પરિવાર સુધી પારિવારિક એકતાના સંદેશને પ્રસરાવવાનો આદેશ મહંતસ્વામી મહારાજે આપ્યો ત્યારે પ્રમુખસ્વામી શતાબ્દિ મહોત્સવમાં ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે 4:45 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું હતું કે કુટુંબમાં એકતા રહે તે માટે પ્રમુખસ્વામી મહારાજે ઘર સભાનો સચોટ ઉપાય બતાવ્યો છે. ઘર સભા કરવાથી ગેરસમજણ દૂર થાય છે અને ઘરના સભ્યોમાં આત્મીયતા વધે છે તેમજ ઘરમાં શાંતિનું વાતાવરણ સ્થપાય છે. “ઘરસભાથી બાળકોમાં સંસ્કાર જાગૃત થાય છે”

બીએપીએસના પૂ.આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના પારિવારિક શાંતિના અભૂતપૂર્વ કાર્યને વર્ણવતા કહ્યું,

સત્યમિત્રાનંદગિરિજીએ પ્રમુખસ્વામી મહારાજ માટે કહ્યું હતું કે “પ્રમુખસ્વામી મહારાજને અવતારી પુરુષ, ભગવતસ્વરૂપ અને આ પૃથ્વી પર અવતરેલા સાક્ષાત વિધાતા છે.’

Screenshot 8 28

પ્રમુખસ્વામી મહારાજે દિલ્હીમાં અક્ષરધામનું નિર્માણ કરીને ધર્મ અને સંસ્કૃતિની રક્ષણ કરીને દિલ્હીમાં દિલ મૂકી દીધું છે અને તેની આબેહૂબ પ્રતિકૃતિ આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મૂકવામાં આવી છે. મનુષ્યની કલ્પનામાં ના બેસે તેવું અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજે બનાવ્યું છે તે માટે આવનારી પેઢીઓ પ્રમુખસ્વામી મહારાજને ભૂલશે નહિ.

બીએપીએસના પૂ. નારાયણમુનિ  સ્વામીએ ‘પારિવારિક એકતાનું અમૃત પાનાર પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે કરેલ પારિવારિક શાંતિનાં કાર્યો અને તેમણે આપેલ  ઘરસભારૂપી વિશિષ્ટ પ્રદાન વિષે વક્તવ્ય આપતા જણાવ્યું,

કૌટુંબિક પ્રશ્ર્નો ટાળવા પ્રમુખસ્વામી મહારાજે અથાગ પુરુષાર્થ કર્યો  છે અને જે તે પરિવારના સભ્યોને સામેથી બોલાવીને સમાધાન કરાવતા. તે માટે જમવાનું પણ પડતું મૂકી દેતા હતા. પ્રમુખસ્વામી મહારાજ દરેક પ્રશ્ર્નોના ઊંડાણમાં જઈને તેનો ઉકેલ લાવતા અને તેના માટે ભૂખ તરસ પણ જોયા નથી કારણકે તેમણે દરેક હરિભક્તોને પોતાના માન્યા હતા.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ક્ષણોના  સાક્ષી બનવાની તક મળી તે માટે હું આપ સૌનો આભારી છું. આ માત્ર શ્રદ્ધા કે આસ્થાનું નગર માત્ર નથી, પરંતુ આ નગર જીવનમાં ખૂબ મોટી શીખ મેળવવાનું સ્થાન છે. કલા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય થાય ત્યારે આવા પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ થઇ શકે છે. કોઈ પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયમાં હંમેશા પ્રમુખસ્વામી મહારાજ અને આ બી. એ.પી.એસ સંસ્થા હંમેશા પ્રથમ ઊભા રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા સંસ્કારયુક્ત બાળકો ઘરે ઘરે જઈને લોકોને વ્યસન અને દૂષણોથી મુક્ત કરીને જીવનપરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે. આ નગરમાં રોજ હજારો લાખો ભક્તો દર્શન કરવા આવે છે તે માત્ર સ્વામિનારાયણના જ ભક્તો નથી પરંતુ પ્રમુખસ્વામી મહારાજના વિચારોથી પ્રેરિત થઈને જીવન પરિવર્તનના ધ્યેય સાથે દેશ વિદેશમાંથી આવનાર નાગરિકો છે.

જાણીતા ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન એક્ટર દિલીપભાઇ જોશીએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ એ સાચા અર્થમાં નારાયણ સ્વરૂપ સમાન સંત હતા કારણકે તેમને જીવપ્રાણી માત્ર માટે કરુણા અને પ્રેમ હતા માટે જ બધાને પ્રમુખસ્વામી મહારાજ પોતાના લાગતા હતા. પ્રમુખસ્વામી મહારાજે હજારો લાખો લોકોને મળીને લોકોનું જીવન પરિવર્તન અને કલ્યાણનું કાર્ય નિ:સ્વાર્થભાવે કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં “સંપ, સુહૃદભાવ અને એકતા” નો સંદેશો જોવા મળે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પાછળ  પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ રહેલા છે અને તેમની કૃપાથી છેલ્લા 14 વર્ષથી અવિરત આ સીરિયલ ચાલતી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.