Abtak Media Google News

WHO આ જાહેર કરવામાં આવેલા કોરોના મૃત્યુ અંગેના રીપોર્ટ બાદ સમગ્ર વિશ્વ હચમચી ઊઠયું

સમગ્ર વિશ્વમાં કોરોના દ્વારા જે મહામારી ફેલાય અને જેમાં મૃતયાંક દિનપ્રતિદિન વધતો હતો તેને ધ્યાને લઇ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે રિપોર્ટમાં સમગ્ર વિશ્વ જાણે હચમચી ઊઠયું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે આ તકે ભારતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશનને  તાકીદ કરતા જણાવ્યું છે કે, તેઓ દરેક શહેર માટે એક જ નહીં પરંતુ અલગ પદ્ધતિ અમલી બનાવે જેથી કોઈ દેશ સાથે અન્યાય ન થાય. નહીં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ભારતમાં મૃત્યુ આંક ખૂબ વધુ ઊંચો આવ્યો હોવાનું સામે આવતા ભારતે તે રિપોર્ટ અને મનઘડત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે સિવિલ રજીસ્ટ્રેશન સીસ્ટમ રહેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવવો જોઇએ અને સંસ્થાએ ટાયર વન અને ટાયર ટુ એમ દેશો ને મુલવવા જોઈએ.

બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાં આશરે 5 કરોડ લોકોના મૃત્યુ થયા હોવાનો ઘટસ્ફોટ જાહેર કર્યો હતો જે અધિકૃત આંકડા થી દસ ગણો વધુ છે. આ મુદ્દાને ધ્યાને લઇ ભારત સંસ્થાને પ્રશ્ન કરી રહી છે કે તેઓ તેમની પદ્ધતિ અંગે નું મોડલ બદલે અને યોગ્ય રિપોર્ટ પ્રજા સમક્ષ મૂકે. બીજી તરફ ભારત નું માનવું છે કે તેમના દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી અને જે પદ્ધતિથી અમલવારી કરવામાં આવેલી છે તે પદ્ધતિ પણ અયોગ્ય છે.

ભારતમાં કોરોનાના પગલે 50 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  ભારતનો સત્તાવાર આંકડો પાંચ લાખથી થોડો વધુ છે. આવી સ્થિતિમાં ભારત સરકારે WHOના રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો છે.તે આંકડા પર જ ભારત સરકારે સવાલો ઉઠાવ્યા છે. તેમના મતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જે મોડલ દ્વારા આ ડેટા એકત્રિત કર્યા છે તએ આયોગ્ય છે. સરકારે એ વાત પર પણ ભાર મૂક્યો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશન દ્વારા જાહેર કરાયેલા આંકડા માત્ર 17 રાજ્યોના છે. કેન્દ્રના મતે, તે કયા રાજ્યો છે, તે પણ સંસ્થા દ્વારા લાંબા સમયથી સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું. આ આંકડાઓ ક્યારે એકત્રિત કરવામાં આવ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી.

ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વિરોધના પગલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું છે કે તેઓ જે ભારત દ્વારા આપવામાં આવેલો અપડેટ રિપોર્ટ છે તે જાહેર કરશે પરંતુ હાલ તેમની પદ્ધતિ ને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે તેનાથી ક્યાંકને ક્યાંક ભારતની છબી પણ ખરડાઈ છે. બીજી તરફ વિવિધ દેશોએ આ અંગે વિરોધ પણ દાખવ્યો છે અને કહ્યું છે કે દરેક દેશની તાસીર અલગ હોય અને ત્યાં મુદ્દે આંકડો એકત્રિત કરવામાં આવ્યો છે તે જોવું પણ એટલું જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.