Abtak Media Google News

બેન્કની સફળતાનો શ્રેય શ્રેષ્ઠ સંચાલન અને સભાસદો અને થાપણદારોના વિશ્વાસને આભારી

વર્તમાન હરિફાઈયુક્ત બેંકીંગ વાતાવરણમાં અને ખાસ કરીને સહકારી બેંકીંગ ક્ષેત્રનાં પડકારજનક સમયમાં સહકારી બેંકીંગ ક્ષેત્રની ઇમેજ વધારવા હરહંમેશ અગ્રેસર રહેલી ધી કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ લી. કે જે રાજબેંક’ ના હુલામણા નામથી ઓળખાય છે એવી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંક ઉતરોતર પ્રગતિ કરી રહેલ છે. જેના ફળ સ્વરૂપે બેકે વર્ષ 2021-2022 માં 81 કરોડથી વધારેનો નફો કરેલ હોય અને તેનો લાભ સભાસદોને પણ મળે તે હેતુથી 1990થી સભાસદોને વાર્ષિક ભેટ આપવાની પરંપરા છે અને દર વર્ષે નવી નવી ગૃહ ઉપયોગી બ્રાન્ડેડ વસ્તુ આપવામાં આવે છે એ રાજબેંકની આગવી પ્રણાલિકા છે.

Sabhasad Bhet 2022

આ પ્રણાલિકાને આગળ વધારતા સભાસદોને વર્ષ 2 0 22ની સભાસદ ભેટ (વેલસ્પન કંપનીનો દોહર નંગ-1) નું વિતરણ બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર અને બોર્ડ ઓફ ડીરેક્ટર્સ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો હસ્તક શુભારંભ કરવામાં આવ્યું હતું. બેન્કની તમામ 27 બ્રાન્ચમાંથી પ્રથમ તબકકે તા. 27.08.2022, શનિવાર, તા. 28.08.2022, રવિવાર તેમજ 04.09.2022, રવિવારના રોજ આપવાનું નક્કી કરવામાં આવેલ. ત્યારબાદ બીજા તબક્કામાં તા. 12.09.2022 થી 30.09.2022 સુધી સોમવારથી શુક્રવાર દરમિયાન બપોરે 2થી પ દરમિયાન આ ભેટનું વિતરણ ચાલુ રહેશે. બેન્કના બોર્ડ ઓફ ડિરેફ્ટર્સના માર્ગદર્શન હેઠળ ટીમ રાજ બેન્કના કર્મચારીઓ દ્વારા તમામ સભાસદોને ભેટ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.

રાજબેંકની કુલ 27 શાખાઓ છે જે તમામ શાખાઓ વાતાનુકુલિત, અદ્યતન સુવિધાસભર અને લોકર સુવિધા ડીઝીટલ લોકર કાર્ડ સાથેની છે. એવી રાજબેંક તેના ગ્રાહકોને વર્તમાન હરિફાઈ તેમજ ગ્રાહકોની જરુરીયાતને ધ્યાનમાં લઈ તેના માનવંતા ગ્રાહકોને ઉચ્ચતર સેવાઓ આપવાનો હરહંમેશા પ્રયાસ કરતી રહી છે, પ્રયાસ કરે છે અને પ્રયાસ કરતી રહેશે. જેમાં બેંક દ્વારા ફ્રી ચેકબુક, એ.ટી.એમ. કાર્ડ તેમજ રુ-પે ડેબીટ કાર્ડ, ફ્રી પાસબુક, સ્ટેટમેન્ટ, મોબાઈલ બેંકીંગ, વોટ્સએપ બેંકીંગ, તથા ઈ-મેઈલથી સ્ટેટમેન્ટ સાથે ગ્રાહકો માટે સવારનાં 10-00 થી 4-00 સુધી અવિરત બેંકીંગ સેવાઓ આપવામાં આવે છે.

રાજ બેન્કની આવી સફળતા અને અવિરત પ્રગતિનો સંપૂર્ણ શ્રેય ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ, બોર્ડ ઓફ ડિરેફ્ટર્સના સતત માર્ગદર્શન તથા પારદર્શક વહીવટ, હકારાત્મક અભિગમ, પ્રોફેશ્નલ મેનેજમેન્ટ તથા રાજ બેન્કના 24 0 કર્મચારી પરિવારની ટીમ વર્કના ફાળે જાય છે. આ સાથેની તસવીરમાં બેંકનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર, બોર્ડ ઓફ ડીરેકટર્સ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો બેંકના માનનીય સભાસદોને ભેટ આપતા દ્રષ્ટિગોચર થાય છે.

ભારત સરકારના નોટીફીકેશન તેમજ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના પરિપત્ર મુજબ દરેક બેંકોએ પોતાના ગ્રાહકોની CKYCR  (સેન્ટ્રલ KYC રજીસ્ટ્રી) પ્રક્રિયા ફરજીયાતપણે પૂર્ણ કરવાની સુચના છે. જેથી બેંકના તમામ ખાતેદારોને જણાવવાનું કે અગાઉ KYCની પૂર્તતા કરી હોય તો પણ જે સભાસદોનો CKYCR બાકી હોય તેઓએ તાજેતરનો ફોટો, આધારકાર્ડ, પાનકાર્ડ, વગેરે અપડેટ કરવાના હોવાથી લાગુ પડતા ડોક્યુમેન્ટ્સ વહેલી તકે જે શાખામાં આપનું ખાતું હોય ત્યાં અથવા આપની નજીકની શાખામાં તાત્કાલીક ધોરણે રજુ કરવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.