ગિફ્ટના ગતકડાં એટલે વેલેન્ટાઈન ડે

લોકો ફેબ્રઆરી મહિનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે કારણ કે આ મહિનામાં પ્રેમીઓ માટે અલગ અલગ દિવસનું આગમન થાય છે અને સૌથી વધારે રાહ ૧૪ ફેબ્રુઆરીની જોવામાં આવે છે કારણે કે તે દિવસે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. વેલેન્ટાઈન ડે એટલે પ્રેમી પંખીડા માટેનો દિવસ

*આજની પેઢી માટે પ્રેમ વ્યક્ત કરવાનો મોટો સહારો એટલે ગિફ્ટ*

આ દિવસે વ્યક્તિ જેને પ્રેમ કરતો હશે તેને પ્રપોઝ કરશે અને કેહશે,’ વિલ યુ બી માય વેલેન્ટાઈન’. આજના યુવાનો આ પ્રેમને વ્યક્ત કરવા માટે ગીફ્ટનો સહારો લ્યે છે. આધુનિક યુગમાં પ્રેમ કરતા વધુ મહત્વ ગિફ્ટને આપવામાં આવે છે. જો ગિફ્ટ આપો તો જ બોયફ્રેન્ડ અથવા મંગેતરને સારો ગણવામાં આવે છે. વ્યક્તિ પોતાના પ્રેમીને ગિફ્ટ તરીકે ગુલાબ, ચોકલેટ, પરફ્યુમ, ડિઝાઇનર ડ્રેસ,બેલ્ટ,કોફી મગ, વેલેન્ટાઈન ગ્રેટિંગ કાર્ડ વગેરે વસ્તુઓ આપે છે. વેલેન્ટાઈન ડે આવતાની સાથે જ ગિફ્ટ શોપનાં માલિકની આવક બમણી થઈ જાય છે.

 

*પ્રેમઘેલાઓને ગિફ્ટના ઓઠા હેઠળ શિકાર બનાવતી ફેક વેબસાઈટ્સ*

વેલેન્ટાઈન ડે આવતાની સાથે જ ઓનલાઇન છેતરપિંડીમાં વધારો થઈ જાય છે. છેતરપિંડી કરનાર લોકો ઓનલાઈન માધ્યમ દ્વારા લોકોને મૂર્ખ બનાવે છે. લોકો સાથે છેતરપિંડી કરવા માટે તેઓ બનાવટી વેબસાઈટ દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર વાઉચર, ગિફ્ટ કાર્ડ વગેરેની લોભામણી જાહેરાતો કરીને લોકોને લિંક ખોલવા માટે આકર્ષે છે. પરંતુ તે લિંકની અંદર શીર્ષકમાં લખેલું હોય તેવું કંઈ જ હોતું નથી. આથી આવી લોભામણી લાલચથી દૂર રહેવુ જોઈએ.

ફ્રોડ કરનારાઓ ગ્રામેટિકલ મિસ્ટેક સાથે તે લિંક લોકોને મોકલે છે પરંતુ આપણે ઉતાવળમાં તે ગ્રામેટિકલ મિસ્ટેકને જોતા નથી અને છેવટે છેતરપિંડીનો ભોગ બનીએ છીએ.

ફેક વ્હોટસએપ ગ્રૂપ બનાવીને, ફેસબુકની લિંક દ્વાર પણ લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે અને વપરાશકર્તાઓ પાસેથી તેમની અંગત માહિતી લેવામાં આવે છે.

*આજના પ્રેમી માટે કપલ મેસેજ કેપ્સ્યુલ ટ્રેન્ડિંગ*
પહેલાના સમયમાં લોકો પત્ર લખીને પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હતા.હવે,પ્રેમ વ્યક્ત કરવો ફકત દેખાડો કરવા જેવું થઈ ગયું છે.અત્યારે પ્રેમીઓ એક બીજાને ગિફ્ટ કીટ સાથે એક મેસેજ કેપ્સ્યુલ આપે છે જેમાં એક બીજા માટે બેસ્ટ વિશ અને પ્રેમ ભરેલા મેસેજ લખેલા હોય છે.જેમાં કેપ્સ્યુલ ખોલતા જ અંદરથી ચીઠ્ઠી નીકળે છે જેમાં લવ મેરેજ લખેલો હોય છે.

કેટલી પણ મોંઘી ગિફ્ટ આપવામાં આવે પરંતુ જો પ્રેમ જ સાચો ન હોય તો તે ગિફ્ટ કંઈ કામ આવતી નથી. પ્રેમ ફકત લાગણીથી જ વ્યક્ત થાય છે.