Abtak Media Google News

મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા અને હરેશભાઈ બોપલીયા સહિતના હોદેદારોએ મોરબી ખાતે આવેલ નર્મદા બાલઘરની મુલાકાત લીધી હતી અને વિવિધ નવા ઉપકરણોની ભેટ આપી હતી.

મોરબી સિરામિક એસોસિયેશનનાં જણાવ્યા અનુસાર, ભરતભાઈ મહેતાનું મોરબીને ભારતનું સિલિકોન વેલી બનાવવાનું સ્વપ્ન છે. જેને લઇ તેમના દ્વારા નર્મદાબેન સુખલાલ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ટેકનોલોજીનું જ્ઞાન આપી બાળકને પોતાના પગભર કરવાનો અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે.

જેમાં કરીક્યુલમ અને કો- કરીક્યુલમનો સમાવેશ કરેલ છે. તેમજ કરીક્યુલમમાં ધોરણ 6 થી 10 ના કેમેસ્ટ્રી, ફિઝીક્સ, બાયોલોજીના પ્રયોગોની કીટ તથા પ્રયોગપોથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ ત્રણ ભાષામાં આપવામાં આવે છે. જે નર્મદા બાલઘરના પોર્ટલ WWW.NBGSCIENTIST.COM પર છે અને તે મોરબીના બાળકો માટે ફ્રી છે. કો- કરીક્યુલમમાં ડ્રોન, 3ડી પ્રિંટિંગ, ઓગમેંટેડ રિયાલીટી, વર્ચ્યુયલ રિયાલીટી, ડિજિટલ ડ્રોઈંગ, કમ્પ્યુટર કોડિંગ, લેન્ગ્વેજ જગલર, ડિજિટલ એનસાઈક્લોપીડિયા શીખવવામાં આવે છે. હાલ હમણાં મોરબીની 75 શાળાઓને 3ડી પ્રિન્ટર આપવામાં આવ્યા છે. તેમજ વર્ચ્યુલ રિયાલિટી ગ્લાસ આપવામાં આવ્યા છે. જે શિક્ષણમાં આવનાર સમયમાં ખૂબ જ  ઉપયોગી સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.