ગીર ગઢડા: અમારી પાસે કંડકટર નથી, બસ સેવા કેમ આપીએ ?- ડેપો મેનેજરના ઉભડ જવાબ સામે લોકોમાં આક્રોશ

અબતક, મનુ કવાડ, ગીરગઢડા

ગીરગઢડા તાલુકાના ચીખલકુબા ગામે બસ સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં તંત્ર ઉંઘમાં છે. વિદ્યાર્થીઓને ભણવા જવા માટે ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે. ચિખલનાં સરપંચ કાનજીભાઈ ચાવડા દ્વારા તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર મૌન છે.

વિદ્યાર્થીઓને ભણવા જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે જંગલની અંદર જંગલી જાનવરોની બીક હોવા છતાં બાળકો પોતાના ભવિષ્ય માટે ચાલીને ભણવા જવું પડે છે.

હવે જોવાનું એ રહ્યુ કે તંત્ર બસ સુવિધા ચાલુ કરાવશે કે પછી વિદ્યાર્થીનાં ભવિષ્ય બગાડશે તેવી લોકોમાં ચર્ચા ઊઠી છે. ઉના ડેપો મેનેજર સાથે ‘અબતક’ના પત્રકાર મનુ કવાડ સાથે ટેલીફોનીક વાત કરતા ઉના એસ. ટી.ડેપો મેનેજરે અમારી પાસે કંડક્ટર નથી તેવો ઉભડ જવાબ આપી તેની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.