ગીર-ગઢડા: આવાસ યોજનામા ઘર ફાળવણી અંગે ગોટાળો

આવાસના લાભાર્થી લિસ્ટમાં 1200માંથી વર્ષ દરમિયાન ફકત 150ને જ લાભ !!

ગીર ગઢડા તાલુકા માં કુલ આવાસ ફાળવવા માટે આવાસ ના લાભાર્થી ની કુલ યાદી મુજબ 1200 જેટલા નામ છે પરંતુ સાલું વર્ષ મા 150 આવાસ ફળવામા આવેલ બાકી ના ક્યારે અપાશે? જે અંગે  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ના ગીર ગઢડા તાલુકા મા એક વર્ષ થી મકાન પાસ થયેલા છે પણ હજુ સુધી તેના હપ્તા ના કોઈ ઠેકાણા નથી.

ગીર ગઢડા તાલુકા મા પ્રધાનમંત્રી આવાસ યોજના મા વિસ્તરણ અધિકારી ની બેદરકારી કે પછી ગુજરાત સરકાર નો લોલી પોપહોય તેવી લોક ચર્ચા ઉઠવા પામી ગીર ગઢડા તાલુકા મા પ્રધાનમંત્રી આવાસ યોજના ના મકાન તો ફાળવણી કરવામાં આવ્યા છે પણ  તાલુકા વિસ્તરણ અધિકારી દ્વારા ક્યાક ને ક્યાંક બેદરકારી સામે આવી રહી છેવાત કરવામાં આવે તો કાતો સરકાર દ્વારા લોલીપોપ આપવામાં આવ્યો છે કાતો તાલુકા વિસ્તરણ અધિકારી દ્વારા પોતાના લાગતા વળગતા લોકો ને હપ્તા નાખવામા આવ્યા છે તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે.

ગીર ગઢડા તાલુકો હંમેશા માટે પછાત રહ્યો છે અધિકારીઓ ના પાપે અથવા ગુજરાત સરકાર દ્વારા ગરીબ જનતા પાસે થી મત લેવા માટે એક વર્ષ થી મકાન ફાળવી દેવામાં આવ્યા છે પણ હજી સુધી કોઈ અરજદાર ને મકાન બનાવવા બાબત કોઈ ગીર ગઢડા તાલુકા માથી ચુસના આપવામાં આવી નથી.