- વર્લ્ડ કેન્સર દિવસની અનોખી ઉજવણી !
- કેન્સર વોરીયસઁ દ્રારકાથી દરીયો ખેડી હોડીમા સોમનાથ પહોચ્યા
- કેન્સર પીડિત લોકોએ જનજાગૃતિ માટે કરી અનોખી પહેલ
- સોમનાથમા કેન્સર વોરિયર અને સંસ્થા દ્રારા ધ્વજારોહણ
કેન્સર રોગનુ નામ સાંભળીને કોઇપણ વ્યકિત જીવન હારી જાય છે. ત્યારે વિશ્વ કેન્સર દિવસ નિમીતે કેન્સર વીરીયસઁ દ્રારા કેન્સર પીડાતો માટે એક જનજાગૃતિ અને અનોખી પહેલ કરી છે. 13 જેટલા કેન્સર વોરિયર દ્રારકાથી સોમનાથ સુધીનો દરીયાઇ માગઁ હોડીમા પસાર કરીને, દરિયો ખેડીને સોમનાથ પહોચ્યા છે. અને સાબિત કર્યું છે કે માણસ જો મનની ધારે તો કોઈ પણ પરિસ્થિતિને માત આપી શકે છે, તો કેન્સર શું ચીઝ છે !! અને તેનું ઉમદા ઉદાહરણ આજે દરીયો ખેડીને આવેલ આ 13 કેન્સર વોરિયર્સ છે.
અમદાવાદની એક સંસ્થા કેન્સર કેર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા કેન્સરને કેન્સલ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ છે. જેના માટે તેઓ જનજાગૃતિ ફેલાવવા માટે 13 જેટલા કેન્સર વોરિયર દ્રારકાથી સોમનાથ સુધીનો દરીયાઇ માગઁ હોડીમા પસાર કરીને સોમનાથ પહોચ્યા છે. જેમા સૌ પ્રથમ દ્રારકા પહોચી ત્યાંથી એક હોડીમા સવાર થઈને 13 વોરિયર દરીયો ખેડીને સોમનાથ પહોચ્યા છે અને લોકોને જનજાગૃતિ ફેલાવી રહ્યા છે કે કેન્સર ને કેન્સલ કરવાનુ છે. આ બાબતે તેઓ પુસ્તકોનુ વિતરણ, શાળામા કેમ્પો સહીતના કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યા છે. આજરોજ સોમનાથમા સંસ્થા અને કેન્સર વોરિયર દ્વારા સાથે મળી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું .
કેન્સર એટલે રોગનુ નામ સાંભળીને કોઇપણ વ્યકિત જીવન હારી જાય છે પરંતુ અમદાવાદ ની એક સંસ્થા કેન્સર કેર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા આ કેન્સર ને કેન્સલ કરાવવા નો મુખ્ય ઉદ્દેશ છે જેના માટે તેઓ જનજાગૃતિ ફેલાવવા માટે 13 જેટલા કેન્સર વોરિયર દ્રારકા થી સોમનાથ સુધીનો દરીયાઇ માગઁ હોડીમા પસાર કરીને સોમનાથ પહોચ્યા છે જેમા સૌ પ્રથમ દ્રારકા પહોચી તયાથી એક હોડીમા એક કેન્સર વોરિયર એમ કુલ 13 વોરિયર દરીયો ખેડીને સોમનાથ પહોચ્યા છે અને લોકોને જનજાગૃતિ ફેલાવી રહ્યા છે કે કેન્સર ને કેન્સલ કરવાનુ છે .માટે કોઇપણ જાતનો ડર રાખ્યા વગર હિંમતથી આનો સામનો કરવો જોઇએ અને જેનુ ઉમદા ઉદાહરણ આજે દરીયો ખેડીને આવેલ 13 કેન્સર વોરિયર છે .આ બાબતે તેઓ પુસ્તક નુ વિતરણ ,શાળામા કેમ્પો સહીતનુ પણ આયોજન કરી રહ્યા છે .આજરોજ સોમનાથ મા સંસ્થા અને કેન્સર વોરિયર સાથે મળી ધ્વજારોહણ કરશે.
અહેવાલ : અતુલ કોટેચા