Abtak Media Google News

ગીર-સોમનાથ જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનાને માત આપવા રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા સાથે જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર સાથે આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી કરી રહ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીને તાત્કાલીક સારવાર મળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લામાં 8 ખાનગી હોસ્પિટલને કોવીડ-19 હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી છે. તાલુકા મથકે કોવીડ કેસ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 34 ધન્વંતરી રથ દ્વારા દરરોજ 1600થી વધુ લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-29, સબ સેન્ટર-174, અર્બન હેલ્થ સેન્ટર-4 દ્વારા લોકોના આરોગ્યની તપાસણી, રસીકરણ, કોરોના ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આર્યુંવેદીક અધિકારીશ્રી ગોહીલે જણાવ્યા મુજબ જિલ્લનાં 8 આર્યુવેદિક દવાખાના, 6 હોમીયોપેથીક દવાખાના દ્વારા અત્યારસુધીમાં 4 લાખથી વધુ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. 68 હજારથી વધુ લોકોને સંશમનીવટી નું વિતરણ કરવામાં આવ્યું છે અને હોમીયોપેથીક આર્સેનીક આલ્બંબ દવા 8 લાખથી વધુ ડોઝનું વિતરણ કરવામાં આવેલ છે. જિલ્લામાં 57 રસીકરણ કેન્દ્રો મારફતે રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ. ભાયાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.