Abtak Media Google News

Gir somnath: સમગ્ર વિશ્વભરમાં તા.10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ઉપલક્ષ્યમાં વેરાવળ તાલુકાના છાત્રોડા ખાતે આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા છાત્રોડા ગામમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ શાળામાં સિંહના મ્હોરા પહેરીને આવ્યા હતાં. અને ગુજરાતના ગૌરવસમા સિંહને સંરક્ષિત કરવાના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ થઈએ તેવો મેસેજ રેલી સ્વરૂપે આપ્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.