ગીર-સોમનાથ જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આજથી શકિત પ્રોજેકટનો શુભારંભ

ગીર સોમનાથના મુખ્ય મથક એવા વેરાવળ શહેર ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા ગીર સોમનાથ જિલ્લાની દરેક મહિલા કાર્યકર, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રાહુલ ગાંધી સાથે સીધો સંવાદ કરી શકે તેવા શુભ આશય સાથે શકિત પ્રોજેકટનો શુભ આરંભ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં દરેક જિલ્લા હોદેદારો, તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખો તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સદસ્યો સહિત તમામ કાર્યકર્તા મહિલાઓને પોતાના ચુંટણીકાર્ડ તેમજ મોબાઈલ સાથે હાજર રહેવા ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ કાર્યાલય ઈન્ચાર્જ હેતલબેન ચાંદેગરાની યાદીમાં જણાવાયું છે. તા.૭ ઓગસ્ટ, ૨૦૧૮ના સમય બપોરના ૩ થી ૬ સ્થળ વિનાયક પ્લાઝા-૧ કોમ્પ્લેક્ષ, ગાર્ડન સામે વેરાવળ.