Abtak Media Google News

ઓગસ્ટ માસમાં દરિયામાંથી મળી આવેલા 4.51 કરોડના ચરસ પૈકી 16 પેકેટ શબીર ખારીયાને મળતા વેચવા છુપાવ્યાનું ખુલ્યું

ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારેથી ગત ઓગસ્ટ માસમાં રૂા.4.51 કરોડની કિંમતના 301 કિલો ચરસનો જંગી જથ્થો ઝડપાયા હતો. સમગ્ર સૌરાષ્ટ્રના મરીન પોલીસ અને એસઓજી દ્વારા તપાસ ચાલી રહી હતી તે દરમિયાન ગીર સોમનાથના હિરાકોટ વિસ્તારનો મચ્છીમાર રૂા.26 લાખની કિંમતના 16 પેકેટ ચરસ સાથે ઝડપાયાની ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી છે.

સૌરાષ્ટ્રના દરિયામાંથી બીનવારસી મળી આવેલા ચરસ અંગે સૌરાષ્ટ્રના દરિયા જિલ્લાના ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના એસઓજી અને એલસીબીની તપાસ દરમિયાન હિરાકોટ વિસ્તારના માચ્છીમાર શબ્બીર જુસબ ખારિયા નામના શખ્સ પાસે ચરસ હોવાની વેચવાની પેરવી કરી રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગ દર્શન હેઠળ દરોડો પાડી શબ્બીર મચ્છિયારાને રૂા.26 લાખની કિંમતના 16 પેકેટ ચરસ સાથે ઝડપી લીધો હતો.

સૌરાષ્ટ્રના દરિયા કિનારે મળી આવેલા બીનવારસી ચરસ મગાવનાર શબ્બીર મચ્છિયારા હોવાની શંકા સાથે પૂછપરછ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન શબ્બીર મચ્છિયારાને ગત ઓગસ્ટ માસમાં 16 પેકેટ ચરસ મળી આવ્યું હતુ

તે તેને છુપાવી રાખ્યું હતું અને વેચવાનો પ્રયાસ કરતા પકડાયો હોવાની કબુલાત આપી છે. કરોડોની કિંમતના ચરસ પોતે મગાવ્યું નહી પરંતુ તેને દરિયામાંથી રેઢુ મળી આવ્યું હોવાની આપેલી કબુલાત પોલીસના ગળે ન ઉતરતા રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે. રૂા.25 લાખની કિંમતના 16 પેકેટ ચરસની તપાસ અર્થે એટીએસની ટીમ ગીર સોમનાથ જિલ્લામાં દોડી આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.