Abtak Media Google News
  • ગીર સોમનાથ જિલ્લાના અનુ જાતિના આગેવાનોએ હર્ષની લાગણી અનુભવીWhatsApp Image 2024 08 17 at 3.26.25 PM 1

Gir somnath: જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરનું જીલ્લા કક્ષાનું આંબેડકર ભવન બનાવવાની કામગીરી 2018માં મંજૂર થયું હતું. જેનું ખાત મુહૂર્ત પણ જુનાગઢ સાસંદ રાજેશ ચુડાસમાની હાજરીમાં થયું હતું. ત્યારબાદ ભવનની બાંધકામ કામગીરી શરૂ કરતા જમીનની અંદર ઉંડા ખાડા અને ગટરનુ પાણી આવતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ જગ્યા ઉપર ડિઝાઇન પ્રમાણે બાંધકામની કામગીરી થઈ શકે તેમ નથી તેવુ જણાવતા આ ભવનની સ્ટ્રક્ચર ડીઝાઇન ફેરવવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી અત્યારે સુધી આ બાંધકામ ની કામગીરી શરૂ થઈ નહોતી.WhatsApp Image 2024 08 17 at 3.26.25 PM 5

આ બાબતે પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઇ ઠક્કર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, પુર્વ અનુ જાતિ મોરચાના પ્રમુખ ગીરીશ ભજગોતર, ઉપ પ્રમુખ દિનેશ આમહેડા, બચુ રાઠોડ, સામાજિક કાર્યકર અને પત્રકાર રાજેશ ભજગોતર દ્વારા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને ઉપરોક્ત બાબતે રજુઆત કરતા મંજૂર થયેલ જગ્યાએ ઉપર જ નવી સ્ટ્રક્ચર ડીઝાઇન પ્રમાણે ભવન બનાવવા માટે ધટતી ગ્રાન્ટ ફાળવી કુલ ગ્રાન્ટ 6કરોડ અને 20 લાખ જેવી માતબર રકમ 22 જુલાઈના રોજ ફાળવવામાં આવી હતી. તેમજ વેરાવળ ખાતે અદ્યતન તેમજ જિલ્લા કક્ષાનુ ભવ્ય આંબેડકર ભવન બનાવવામા આવે છે તેવુ ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું છે આ તકે સમગ્ર ગીર સોમનાથ જિલ્લા અનુ જાતિ સમાજના લોકોએ આ નિર્ણય આવકારી અને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.