Abtak Media Google News

મહિલાનું બિમારી સબબ મૃત્યુ થયાનું જાહેર કર્યા બાદ ફોરેન્સીક પીએમમાં હત્યારા પતિનો ભાંડો ફૂટ્યો

અબતક, રાજકોટ

કોડિનાર તાલુકાના પાવટી ગામે બીજા લગ્ન કરીને રહેવા આવેલી પરિણિતાનું તેના જ પતિએ ઢીમ ઢાળી દઇ મહિલાનું બિમારીના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું. પરંતુ ફોરેન્સીક પોસ્ટમોર્ટસમાં મહિલાની હત્યા થઇ હોવાનું જાણવા મળતા પોલીસે પતિ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રમાં રહેતી અને કોડિનાર તાલુકાના પાવટી ગામે બીજા લગ્ન કરી યાશ્મીન ઉર્ફે શબાનાબેન પઠાણનું ગત જુલાઇ માસમાં શ્ર્વાસની બિમારીના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યા બાદ પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થ ખસેડવામાં આવ્યો હતો.

જેમાં યાશ્મીન ઉર્ફે શબાનાબેન પઠાણની હત્યા થઇ હોવાનું ખૂલતા પોલીસે તપાસનો ધમધમાટ શ‚ કર્યો હતો. જે અંગે પોલીસે મૃતકના ભાઇ એઝાઝ પઠાણની ફરિયાદ પરથી હત્યારા પતિ સામે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ યાશ્મીન ઉર્ફે શબાનાબેન પઠાણે કોડિનાર પાવટી ગામે રહેતા રફિક ઓસમાણ પાણાવટુ સાથે બીજા લગ્ન કર્યા હતાં. લગ્નના થોડા સમય બાદ જ પતિએ ત્રાસ ગુજારવાનું શ‚ કર્યું હતું. જેના વિશે મૃતકે પોતાના ભાઇને આપવીતી કહી હતી. જેના થોડા દિવસોમાં જ બહેનનું મોત થતા ભાઇને શંકા ઉપજી હતી.

પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા પીએમ રિપોર્ટમાં યાશ્મીન ઉર્ફે શબાનાબેનનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના કારણે  મૃતકનો પતિ ફરાર થઇ જતા પોલીસે તેની સામે હત્યાનવ ગૂનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.