Abtak Media Google News

જાતિના દાખલા નહિં અપાતાં શિક્ષણ, આરોગ્ય, સહિત યોજનાનાં લાભથીં વંચિત રહેશે ?

અબતક, મનુકવાડ,ગીરગઢડા

ઊના – ગીરગઢડા તાલુકાનાં ગીર જંગલ વિસ્તારમાં સૌથી વધારે માલધારી નેશડા આવતા હોય જે  નેશ વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં માલધારી પોતાનાં બાળ બચ્ચા સાથે માલઢોર રાખીને દુધ, માખણ, ધી, માવાનો ધંધો કરી પોતાનાં પરિવારનો નિભાવ કરતાં હોય વન્ય પ્રાણીઓનાં રક્ષણ કરતાં આ માલ ધારી ઓનાં નેશ સેટલમેન્ટ ગામો વચ્ચે પણ આવતાં હોય છે.

માલધારીઓના બાળકો અને પરીવારોને શિક્ષણમાં મળતા સરકારની યોજનાનાં લાભો તેમજ આરોગ્ય લક્ષી યોજના માલઢોર માટે ચારો સહિતના લાભો મેળવી શકે તેવા હેતુસર આવકનાં દાખલા તેમજ  જાતીના દાખલા, ઉંમરનાં પ્રમાણ પત્રો, જન્મ મરણ નોંધણી દાખલા સહિતના સર્ટીફીકેટ  મેળવવા માટે  વન નેશ વિસ્તારથી 30 /40  કિ.મિ.અંતર દુર આવેલ ગીરગઢડા તાલુકા સેવા સદનમાં ગીરગઢડા તાલુકાનુ રેસનકાર્ડ આધારકાર્ડ તેમજ દરેક પ્રકારના ડોક્યુમેન્ટ ગીરગઢડા તાલુકાના હોય તેમ છતાં તાલુકા સેવા સદનના અધિકારીઓ દ્વારા દાખલા કાઢી આપવાનો ઈન્કાર કરીને હેરાનગતિ કરાતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે.

ફોરેસ્ટ વિભાગ નેશના ગામડાં તાલુકા પંચાયત કચેરી મામલતદાર રેવન્યુ પંચાયત વિભાગની કચેરીમાં આવતા ન હોવાનો નૈનયો કુટીને  જાતીના દાખલા કાઢી આપતા નહીં હોવાનું અને આવા પ્રમાણ પત્રો સમાજ કલ્યાણ શાખામા કઢાવવાના રહેશે. તેવો આગ્રહ કરવામાં આવતા ગીર પંથકના નેશડા હેઠળના  જસાધાર, તુલસી શ્યામ, ખજુરી નેશ, ડોઢી નેશ, ટીબરવા, હડાળા, ઘોડાવડી કોઠારીયા, મીઢા નેશ, સરખડિયા નેસ, હાપા નેશ સહિતના ગામડા ઉના 93 વિધાનસભા ચૂંટણીમાં મત આપવા માટે જ રાખવામાં આવ્યા છે કે શું ,??  ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ ગીરગઢડા તાલુકાના ફાળવવામાં આવેલ છે તો આવકનાં દાખલા જાતિના દાખલા કલ્યાણ શાખા માંથી કોણ કાઢી આપશે તે કચેરીને કોઈ સત્તા જ નથી જંગલમાં વસવાટ કરતા માલધારીઓને જંગલ વિસ્તાર છોડવા મજબુર કરવામાં આવી રહ્યાં છે કે શું ? જંગલ વન વિભાગના કાયદા હેઠળ માલધારીઓ કનડગત કરીને હેરાનગતિ કરાતી હોય અને સ્થાનિક કચેરીમાં પણ માલધારીઓ કાયદાકીય ગુંચવણ ઉભી કરી હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ માલધારી સમાજ આગેવાનો દ્વારા કરાયેલ છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.