- શિવ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી….
- પાટડીમાં પૂ.જગાબાપાના શાસન તળે અને પૂ.ભાવેશબાપુના ભાવ હેઠળ અનેક નામી-અનામી સંતો-મહંતોએ શિવ કથા શ્રવણનો લીધો લાભ
- ઉદાસી આશ્રમ અને વર્ણીન્દ્રધામ થકી પાટડી બન્યું “સોનાની હાટડી” આનંદ સ્વામી
પાટડી સ્થિત જગા બાપા પ્રેરિત ઉદાસી આશ્રમ ખાતે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અંતર્ગત શિવ કથા ના ત્રીજા દિવસે વૈભવ બાપુ દ્વારા સંતો મહંતોનો હરખભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વર્ણીન્દ્ર ધામના આનંદ સ્વામી મહારાજ જણાવ્યું હતું કે “પાટડી સોનાની હાટડી” એક ઉદાસી આશ્રમ અને બીજું વરણીધામે પાટડીને શાનમાં વધારો કર્યો ,આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ગીરીબાપુ કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરતાં જણાવ્યું હતું કે શિવ કથા નો મહિમા ખૂબ જ અનેરો છે જે જન્મ અને મૃત્યુથી પર છે તે જ સર્જન કરતા છે ,નિરંકર ,નિરંજન, નિરંકાર શિવ તત્વ તમામમાં સમાયેલું છે, શિવજીને પાંચ મુખ્ય તેથી તેને પંચમુખા મહાદેવ પણ કહેવામાં આવે છે આ ઉપરાંત પંચમુખા હનુમાનજી પણ હોય છે જગતમાં એવા કોઈ દેવતા નથી જેને ત્રીજું નેત્ર હોય છે ,શિવજીના અગણિત નામ છે છે જે સર્વ દેવોમાં શ્રેષ્ઠ છે.શિવજીનું શાંત અને દયાળુ રૂપ છે, જે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. રુદ્ર સ્વરૂપ શિવજીનું ઉગ્ર રૂપ છે, જે દુષ્ટોનો નાશ કરે છે. નટરાજ નું સ્વરૂપ શિવજીનું નૃત્યનું રૂપ છે, જે સૃષ્ટિના સર્જન અને વિનાશનું પ્રતીક છે. કાલભૈરવનું રૂપ શિવજીનું ભયંકર રૂપ છે, જે સમયના નિયંત્રક છે. શિવજીના અનેક અન્ય રૂપો પણ છે, જે તેમના વિવિધ ગુણો અને કાર્યોને દર્શાવે છે. જીવનના અનર્થો માંથી મુક્ત થવા અને અર્થ અને પામવા માટે શિવનું ધ્યાન કરવું જોઈએ આજે દરેક માણસ કોઈને કોઈ રોગનો ભોગ બનેલો છે જેમ આપણા પરિવાર ઉપર સદગુરુ ની છત્રછાયા હોય છે એમ આપણા પર વેદની છત્રછાયા હોય છે તેથી જ સબંધો સચવાય કે ન સચવાય પણ શરીર સાચવજો તમામ દુ:ખોમાં લોકો સાથ આપી શકે છે પરંતુ શરીરના દુ:ખમાં આપણે સહન કરવાનું હોય છે,ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના પાઠ અને પૂજા કરે છે પરંતુ ભાગ્યે જ 1000 નામના કોઈ કરતો હશે પરંતુ તેનો એક વિશેષ અનુષ્ઠાન છે, આ સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ પ્રાંત શિવ પૂજા કરવા માટે કોઈ સામગ્રી ના હોય તો માનસિક રીતે પૂજા કરી શ્રેષ્ઠ માનવામાં આવે છે, વિશ્વેશ્વરી ભારતી માતાજી તેમજ સમગ્ર ભારત વર્ષમાં માલધારીઓનો ગેડીયાધામ ના નારણદાસ બાપુ તેમજ વઢવાણના ગાદીપતિ લાલજીમહારાજ્ ગિરધર દાસબાપુ, ઉપરાંત ગુજરાતમાં સૌપ્રથમવાર 108 બગલામુખી યજ્ઞનો આયોજન વિશ્વેશ્વરી ભારતી માતાજીના દ્વારા થવા જઈ રહ્યું છે. આરતીના યજમાન તરીકે પ્રશાંતભાઈ ભટ્ટ (અમદાવાદ) મેહુલભાઈ (ફોટોગ્રાફર) સહદેવસિંહ, વીરેનભાઈ ,દક્ષાબેન હિતેશ્રીબેન, આરતીનો લહાવો લીધો હતો, ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કથા શ્રવણનો લાભ લીધો હતો.
રણ વિસ્તાર પાટડીમાં “શિવકથા” શીતળતા સમાન
આંતરરાષ્ટ્રીય કથાકાર ગીરીબાપુ એ જણાવ્યું હતું કે પાટડી રણ વિસ્તારમાં આવેલું હોવાથી ઉનાળાના સમયમાં ત્યાં ખૂબ જ ગરમી પડે છે. પરંતુ શિવ કથાનું આયોજન ભરઉનાળે કરવામાં આવ્યું છે,છતાં પણ અહી ઉદાસી આશ્રમ ખાતે ઠંડકનો અહેસાસ થાય છે તે અનેક રીતે આનંદદાયક હોય છે.જેના કારણે ભક્તો શાંતિથી કથાનો આનંદ માણી શકે છે.શિવ કથા એ આધ્યાત્મિક જ્ઞાન અને શાંતિનો સ્ત્રોત છે, જે ભક્તોને માનસિક અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે. શિવ કથા શીતળ સમાનછે, શિવ કથા સાંભળવાથી મનને શાંતિ મળે છે અને તણાવ દૂર થાય છે. પરઉદાસી આશ્રમ ખાતે શિવ કથા પણ ભક્તોને માનસિક અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે પરંતુ અહીં શિવકથાને શીતળતા સમાન લાગી રહી છે. જગા બાપાના શાસન હેઠળ તેમજ ભાવેશ બાપુ ના ભાવ હેઠળ અહીં અનેક સંતો મહંતો તેમજ ભાવિકો શીતળતાનો અનુભવ કરે છે.
માલધારીઓનું આસ્થાનું કેન્દ્ર ગેડિયાધામના 83 વર્ષીય નારણ બાપુ સમુદાયના કલ્યાણ અર્થે કાર્યશીલ
સમગ્ર ભારતવર્ષમાં માલધારીઓનો આસ્થાનું કેન્દ્ર ગેડીયાધામના નારણદાસ બાપુ જેમની વય 83 વર્ષ છે. માલધારી સમુદાયના કલ્યાણ માટે સતત કાર્યરત છે,આ આશ્રમ ગૌસેવા, શિક્ષણ અને સામાજિક કાર્યો માટે જાણીતું તેમજ માલધારી સમાજ માટે આધ્યાત્મિક કેન્દ્ર સમાન છે.નારાણ બાપુએ માલધારી સમાજના ઉત્થાન માટે ઘણાં કાર્યો કર્યા છે.નારાણ બાપુએ માલધારી સમુદાયના સામાજિક અને આર્થિક વિકાસ માટે પણ અનેક પ્રયત્નો કર્યા છે શિવ કથામાં ભાવેશ બાપુ દ્વારા તેઓ નારાયણ બાપુનું બહુમાન કરવામાં આવ્યું હતું