લોકોના હૃદયને  ધબકતું રાખવા ગિરીરાજ હોસ્પિટલ સજજ: ડો. અંકુર ઠુમ્મર

‘દિલથી થશે હૃદયની સારવાર’ના સુત્ર સાથે અદ્યતન કાર્ડિયાક લેબનો શુભારંભ
  • આધુનિક  આઈ.સી.યુ., ટ્રોમા સેન્ટર સહિત 80 બેડની હોસ્પિટલમાં હવે હૃદયને  લગતા તમામ રોગોની સંપૂર્ણ સારવાર: મા કાર્ડ- આયુષ્યમાન કાર્ડ હેઠળ રોગની સારવાર ઉપલબ્ધ

રાજકોટની ગિરીરાજ  હોસ્પિટલ હવે સૌરાષ્ટ્ર વાસીઓનાં  હૃદયને  ધબકતુ રાખવા સજજ બની છે. હોસ્પિટલમાં અપાતી  સારવાર અને સુવિધા બાબતે ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા ડો. અંકુર ઠુંમ્મર, ડો. મયંક ઠકકર, ડો. આનંદ ગલગલીએ વિશેષ વિગતો આપી હતી. સૌરાષ્ટ્રવાસીઓનાા હૃદયને સતત ધબકતું રાખવા.

સૌરાષ્ટ્રમાં જાણીતી રાજકોટની ગીરીરાજ હોસ્પિટલ હવે સજજ બની છે . ’ દિલથી થશે હદયની સારવારના ધ્યેય સાથે  ગીરીરાજ હોસ્પિટલમાં અદ્યતન કાર્ડિયાક લેબનો શુભારંભ કરવામાં આવ્યો છે . સતત વિકાસના પંથે ચાલતી  ગીરીરાજ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર , ન્યુરો – યુરો જોઈન્ટ રીપ્લેશલેન , ફેફસાના રોગની સારવાર સાથે હૃદય રોગની તમામ પ્રકારની વિશ્વ કક્ષાની અદ્યતન સારવાર રાજકોટ – લોકોને  ઘર આંગણે ઉપલબ્ધ કરાવવા સાથે  અદ્યતન આઈસી.યુ. સહિત દર્દીને સારવાર માટે જરૂરી મોટા ભાગની સવલતો એક છત નીચે ઉપલબ્ધ કરાવી  છે એમ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર અને જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાત ડો , મયંક ઠક્કરે જણાવ્યું છે , મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ધારકોને હૃદયરોગની સારવાર પણ વિનામુલ્યે મળી શકશે.

ગીરીરાજ હોસ્પિટલના એમ.ડી. ગૌરાંગ ઠક્કરે જણાવ્યું છે કે , અમારી હોસ્પિટલમાં નવા શરૂ કરવામાં આવેલ કાર્ડિયાક વિભાગમાં ફુલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ , ક્રિટીકલ કેર નિષ્ણાત ,  કાર્ડિયાક નસિંગ અને ટેકનીકલ સ્ટાફ સતત 24  કલાક સેવારત રહેશે . કાર્ડિયાક વિભાગમાં જટીલ કોરોનરી , સ્ટ્રકચરલ હાર્ટ ડિસિઝ , હૃદયરોગ , વાલ્વ રીપ્લેશમેન્ટ , લેફ્ટ કોરોનરી આર્ટરી , પરકયુટેનીયલ કોરોનરી ઈન્ટરવેન્શન સહિત અન્ય કોરોનરીને લગતી તકલીફ, વિવિધ નસમાં થતા  બ્લોકેજના કારણે મગજ વગેરેને થતી તકલીફની સારવાર ઉપલબ્ધ છે . જાપાનની શિયાડઝુ કાર્ડિયોવાસ્ક્યુલર એન્જીયોગ્રાફી ટ્રિનિઆસ પ્રકાર એફ .12 યુનિટી સ્માર્ટ એડિશન બ્રાન્ડની સૌરાષ્ટ્રની સૌપ્રથમ કેથ લેબ છે.

હોસ્પિટલના સી.ઈ.ઓ. ડોં . આનંદ ગલગલીએ માહિતી આપતાં જણાવ્યું છે કે , અદ્યતન ગીરીરાજ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગમાં અનુભવી કાર્ડિયોલોજીસ્ટ ડો . મનદીપ ટીલાળા , ઈન્ટરવેશનલકાર્ડિયોલોજીસ્ટ ડો . અંકુર ઠુમ્મર , ઈન્ટરવેશરનલ ન્યુરોલોજીસ્ટ ડોં . કૌમિલ કોઠારી જોડાયા છે . ક્રિટીકલ કેર માટે ડો , મયંક ઠકકર સાથે ડો . વિશાલ સાડતીયાની સેવા ઉપલબ્ધ છે.

આ તકે ડાઁ. મયંક ઠક્કરે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ,  ગીરીરાજ હોસ્પિટલ ( 27 નવજયોત પાર્ક ગેઈન રોડ , 150 ફૂટ રીંગ રોડ , રાજકોટ , મો . 97277 99081) ખાતે હાલ ક્રીટીકલ કેર , ઓર્થોટ્રોમા તથા ગેસ્ટ્રોને લગતી તમામ સારવાર ઉપલબ્ધ છે . હવે હ્રદય રોગ તથા શરીરની કોઈ પણ નસમાં થતાં બ્લોકેજ વગેરેની અદ્યતન સારવાર રૂપી નવી કલગી ઉમેરાય છે . કાર્ડિયાક વિભાગમાં સતત 24 કલાક પ્રાથમિક એન્જીયોગ્રાફી – એન્જીયોપ્લાસ્ટીની સુવિધા મળશે , ઈમરજન્સીમાં દરેક દર્દીને નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટની સારવાર મળશે .

હ્રદયને લગતી સારવાર ડી.એ.વી.આર , અને ટી.એ.વી.આઈ. , ટી.એ ’ ’ સારવારનો બહોળો અનુભવ ધરાવતા કાર્ડિયોલોજીસ્ટ અને ન્યુરોલોજીસ્ટની ટીમ સતત દર્દીઓની સારવાર માટે કાર્યરત રહેશે તેમજ વિશ્વ વિખ્યાત ઈલેક્ટ્રો ફિઝિયોલોજીની ટીમની સેવા પણ મળશે . હ્રદય રોગની સારવારમાં એફ.એફ.આર. , એચ.ડી. એસ . , ઓ.સી.ટી. જેવી ટેકનીકના ઉપયોગ થશે . અત્રે ખાસ જણાવવાનું કે પી.એમ.જન યોજના હેઠળ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ધારકોને હૃદયરોગને લગતી તમામ સારવાર વિનામુલ્યે મળી શકશે . ગરીબ અને સામાન્ય વર્ગના લોકોના લાભાર્થે અમો આ સુવિધા ઉપલબ્ધ બનાવી છે.

અમારા નિષ્ણાત તબીબોની ટીમમાં ડો . મનદીપ ટીલાળા ક્ધસલ્ટન્ટ ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ છે . અમદાવાદની યુ . એન . મહેતા હોસ્પિટલમાં ડી.એમ. ( કાર્ડિયોલોજી ) અને નવી દિલ્હી નેશનલ બોર્ડમાં ડી.એન.બી. ( કાર્ડિયોલોજી ) કરેલ છે . યુ . એન . મહેતા હોસ્પિટલમાં કાર્ડિયોલોજી વિભાગમાં મદદનીશ પ્રોફેસર તથા રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઇન્સલ્ટન્ટ કાર્ડિયોજીસ્ટ તરીકે સેવા આપી છે.

હોસ્પિટલમાં અનુભવી તબીબો દ્વારા સારવાર: ડો. આનંદ ગલગલી

ડો . અંકુ ઠુમ્મર ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ છે . તેમણે અમદાવાદની બી , જે.મેડીકલ કોલેજમાથી એમ . ડી . થયા બાદ મુંબઈની કે.ઈ.એમ. હોસ્પિટલમાંથી ડી . એમ . ( કાર્ડિયોલોજી ) કરેલ છે. સુરતની કેર હોસ્પિટલ, મુંબઈની સાયન હોસ્પિટલ અને રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે.

ડો . કૌમિલ કોઠારી સૌરાષ્ટ્રના સૌપ્રથમ ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજીસ્ટ છે. મુંબઈની સાયન  હોસ્પિટલમાં   ડી.એમ.  (ન્યુરોલોજી) નો અભ્યાસ કર્યા બાદ ત્યાં જ આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી હતી . તેમણે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડો . રાકેશસિંધના માર્ગદર્શન હેઠળ બે વર્ષની એન્ડો વાસ્કયુલર   ન્યુરો ઇન્ટરનેશનલ એન્ડ   સ્ટ્રોકની  ફેલોશીપ કરેલ છે . જટીલ ન્યુરોલોજીકલ કેસ , સ્ટ્રોક થોમ્બીલીસીસ , ડિજીટલ દબાકી એન્જીયોગ્રાફી , મિકેનીકલ થ્રોમ્બાકટોમી,  કેરોટીડ સ્ટેન્ડીંગ , સ્પાઈનલ ડી.એસ.એ. , વિવિધ ખોડખાંપણ વગેરેમાં એન્ડોવાસ્ક્યુલર પ્રક્રિયાઓનો બહોળો અનુભવ ધરાવે છે.

લોકોની સારવાર માટે ટીમ કાર્યરત: ડો.મયંક ઠકકર

ડો . મયંક ઠક્કરના જણાવ્યા અનુસાર રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલી તેમની એનએબીએચની માન્યતા પ્રાપ્ત ગીરીરાજ હોસ્પિટલ દ્વારા સમાજના તમામ વર્ગના લોકોને સારામાં સારી સારવાર મળી રહે એ માટે અમારી ટીમ સતત કાર્યરત રહે છે . ગીરીયજ હોસ્પિટલ સતત પોતાની સવલતોમાં ઉમેરો કરી રહ્યું છે , અમારી હોસ્પિટલ વિકાસના પંથે આગળ વધતા સુવિધાઓમાં ઉમેરો કરી રહ્યા છીએ , વર્ષોથી લોકોની સેવા કરતાં  અમો લોકોની જરૂરીયાત પ્રત્યે સભાન છીએ . સૌરાષ્ટ્રમાં હૃદય રોગના વધતા જતા દર્દીઓને ઘર આંગણે યોગ્ય સારવાર મળી રહે એ હેતુ સાથે અમો અદ્યતન કેથલેબ શરૂ કરી રહ્યા છીએ .

તાજેતરમાં જ અમોએ કુવાડવા પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે અદ્યતન મેડિકલ સારવાર મળી રહે એ માટે કુવાડવા ખાતે અમારી બીજી શ્રી ગીરીરાજ  હોસ્પિટક શરૂ કરી છે .  ગીરીરાજ હોસ્પિટલમાં ન્યુરોસાયન્સ , યુરોલોજી વિભાગ અને જોઈન્ટ રીપ્લેસમેન્ટ , ફેફસાના રોગની સારવાર , ફિઝીશન , ઓથોપેડીક વિભાગ તથા ગેસ્ટ્રોની સારવાર તો પહેલેથી જ ઉપલબ્ધ છે જ 30 બેડથી શરૂ થયેલ અમારી હોસ્પિટલમા હાલ 80 બેડની સુવિધા ઉપલબ્ધ છે .