છોકરી, તરૂણી, કિશોરી કે મહિલાઓએ ‘ગુડ ટચ અને બેડ ટચ’ વિશે જાગૃત થવું જ પડશે

મહિલાઓએ સેલ્ફ ડિફેન્સ સાથે ‘ના’ પાડતા અને મોટેથી ‘રાડ’પાડતા શીખી લેવું પડશે: જાતીય સતામણીના વધતા બનાવોને કારણે મહિલાઓએ એકાંતવાળી અને અજાણી જગ્યાએ વિશેષ સાવચેતી રાખવી

 

આજના યુગમાં પ્રતિકાર શકિતની ખીલવણી જ તમારો શ્રેષ્ઠ બચાવ કરી શકશે: અબળા નારીના શબ્દને ખોટો પાડીને ‘સબળા’ બનવું જ પડશે

આવતા મહિનાની 8 માર્ચે વિશ્ર્વ મહિલા દિવસ આવી રહ્યો છે, ત્યારે નારીને નિર્ભય વાતાવરણ પુરૂ પાડવા સમાજે સમગ્ર વર્ષ મહિલા દિવસ ઉજવવો જોઇએ

આજના પર્વતમાન યુગમાં દિવસ ઉગેને મહિલા અત્યચારો, જાતિય સતામણી કે બળાત્કાર જેવી વિવિધ ઘટનાના સમાચારો અખબારો અને ટીવી ચેનલમાં જોવા મળી રહ્યા છે. આવતા મહિનાની 8મી માર્ચે વિશ્ર્વ મહિલા દિવસ સમગ્ર વિશ્ર્વ ઉજવશે અને એક દિવસ માટે કાર્યક્રમો અને મહિલાઓના રક્ષણની વાતો થશે, બાદમાં 364 દિવસ ફરી એ જ માહોલને એ જ સમસ્યા જોવા મળે છે. બધા બદલાવની વાતો કરે છે, પણ હજી આવી ઘટના રોજ-બરોજ બનતી જ રહે છે. હવે એક વાત નકકી છે કે મહિલાઓએ જાગૃત થઇને પોતાના સ્વ-બચાવ માટે તાલિમ બઘ્ધ થવું પડશે ‘અબળા’ નારીનો શબ્દ ખોટો પાડીને ‘સબળા’ નારી બનવું જ પડશે.

એક હાથે તાલી કયારેય ન પડી શકે તે એટલું જ નગ્ન સત્ય સાથે છોકરાની સાથે છોકરીનો પણ વાંક હોય જ છે. નારીને દુર્ગાનું, શકિતનું સ્વરુપ ગણવામાં આવે છે, પણ ખરા સમયની મુશ્કેલી સર્જે છે. તેવા વાતાવરણમાં જાતીય સતામણી, બળાત્કાર, ઘરેલું હિંસા, છુટાછેટા, અત્યાચારો મજબુરી, લાચારીનો ફાયદો ઉઠાવવો,  મારકુટ જેવી ઘણી ઘટનાઓ સમાજમાં સતત બનતી જોવા મળે છે. ત્યારે હવે સમાજના દરેક વર્ગે જાગૃત થવાની જરુર છે. કારણ કે બધાના ઘરમાં મા-બેન અને દિકરીઓ હોય જ છે. આજે સમાજમાં 10 વર્ષથી નાની ઉમરની છોકરીઓ ઉપર પણ આ પ્રકારની ઘટનાની જોવા મળે છે. ત્યારે આપણો સમાજ કેટલી હદે અધ:પતન તરફ જઇ રહ્યો છે.

આજના યુગમાં સુખીસંપન્ન લોકોમાં માત્ર 9 ટકા જ મહિલાઓ ઘરનું નેતૃત્વ સંભાળે છે અને ગરીબ કે ઓછી આવક વાળા પરિવારમાં ર0 ટકા ઘરનું નેતૃત્વ, સંચાલન કે જવાબદારી સંભાળે છે. આપણે આ ટકાવારીમાં બદલાવ લાવી શકી તો જ સાચો દેશનો વિકાસ ગણાશે. મહિલાઓએ તેના પર થતાં અત્યાચારો, બદીઓ સામે અવાજ ઉઠાવવાનો સમય પાકી ગયો છે, સહનશકિત પણ એક હદ હોય છે. જાતીયતા સમાનતાએ વિશ્ર્વના વિકસીત  દેશોમાં સારી જોવા મળતા તેઓ હરણ ફાળ ગતિએ તેનો વિકાસ કરવા લાગ્યને આપણે પાછળ રહી ગયા.

એક તારણ મુજબ લગ્નના પ્રથમ વર્ષે કે એક-બે માસમાં ઘર તૂટતા જોવા મળે છે, સૌથી વધુ મહિલાઓની ફરીયાદ ધરેલું હિંસા અને હેરાનગતિ કે મારકુટની આવતી જોવા મળે છે. આ બાબતે સ્ત્રીઓ એ અવાજ ઉઠાવવો પડશે. આજના યુગમાં મા-બાપ જ પુત્ર-પુત્રીના ઉછેરમાં ‘બાયસ’ (ભેદભાવ) રાખે છે. ત્યારે આ આગ કયારે બુજાશે તે નકકી ન કરી શકાય. સૌ એ પોતાના ઘરથી જ બદલાવ લાવીને આ સમસ્યાનો અંત લાવવા સક્રિયતા દાખવવી પડશે.

આજની મહિલાઓ જેમાં કિશરી – તરૂણી કે છોકરીને આવરી લઇએ તો તે માટેથી ‘રાડ’ પાડી શકતી નથી તેથી પણ ઘણી સમસ્યામાં તે વધુ સપડાય જાય છે. લાચારી, મજબૂરી અને તરૂણાવસ્થાને કારણે ઘણી વાર લાગણીના આવેગમાં આવી જઇને અવિચારી પગલું ભરી લેતી જોવા મળે છે. જે બાદમાં સમગ્ર કુટુંબને શરમજનક સ્થિતિમાં મુકી દે છે. ઘણીવાર તો ફરીયાદ કરતાં પણ લોકો કે પરિવાર ડરતા હોવાથી સામે વાળાની હિંમત વધવા લાગે છે. આવી જ બીજી ‘ના’ પાડતા શીખી લેવાની છે  સંબંધ ન બગડે તેવી રીતે ‘ના’ પાડવી તે પણ એક જીવન કૌશલ્ય છે. આજની યુવતિ માટે સાવચેતી સાથે ઘણું શીખવું જ પડશે.આજે ઘરની બહાર નીકળતી છાત્રા પારાવાર મુશ્કેલીનો સામનો કરતી જોવા મળે છે તેથી જ ગરીબ કે મઘ્યમ વર્ગના પરિવારો છોકરીને ભણાવતા ન હોવાથી ક્ધયાઓનો ડોપ આઉટ રેશીયો ઊંચો થતો જાય છે. આજના યુગમાં મા-બાપને સૌથી વધુ ચિંતા તેમને છોકરીઓની છે. એક તારણમાં જાણવા મળ્યું છે કે જાતિય સતામણી ના કેસમાં નજીકનો, ઓળખી તો કે પરિવારનો જ કોઇ વ્યકિત હોવાનું વધુ જોવા મળે છે. શાળા બાદ ટયુશન ને વિવિધ બીજા વર્ગો સતત સવારથી સાંજ છોકરીઓને બહાર આવવું – જવું પડતું હોવાથી ને મોબાઇલનો વધુ ઉપયોગ પણ ઘણીવાર અણધારી આફત લાવે છે.પરિવારના સભ્ય સિવાય ‘ટચ’ કરે ત્યારે તે સંદર્ભે ના સારા કે નરસા પાસાના સમજવા અતિ જરુરી છે. અજાણ્યા વ્યકિત પર આંધળો વિશ્ર્વાસ પણ ઘણીવાર ઘાતક બને છે. વિડિયો કોલીંગ સૌથી ભયંકર દુષણ છે. તેનાથી બચવું જરુરી છે, આમાંથી ‘સેકસ ટીંગ’નો જન્મ થયો છે. રોડ પર કયારેય અજાણ્યા માણસ સાથે વાત ન કરવી કે હાસ્ય ન આપવું કે વારંવાર સામે ન જોવા જેવી નાનકડી તકે દારી પણ તમને મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. મિત્ર કે ભાઇબંધ શબ્દ સુધી બધુ સારુ હતું પણ આજે ગર્લફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ જેવા શબ્દો આવતા પારાવાર દુષણો જન્મયા છે. છોકરીઓ માટે સૌથી અગત્યની બાબત પ્રતિકાર છે જો તે હસ્તગત થઇ જાય તો તે ‘લેડી સિંધમ’ બની જાય છે. પછી કોઇની હિંમત નથી કે તમને હેરાન કરે.આજની છોકરીઓ ઝડપથી અંજાઇ જાય છે તે જે દેખાય છે એને જ સાચુ માની બેસે છે જે ખોટું છે. લકકી ખોટી પણ હોય ને કાર ભાડે કે મિત્રની પણ હોય, સમસ્યાના મૂળમાં સંગત પણ બહુ મોટી અસર કરે છે તેથી તે બાબતે ચેતવું જરુરી છે. જયાં જાવ ત્યૌ ‘મા-બાપ’ ને જાણ કરીને ટાઇમીંગ જણાવીને જાવું હિતાવક છે. અજાણ્યા કે ફ્રેન્ડના મિત્રો સાથે બહુ દૂર લાંબી મુસાફરી ન કરવી. આજના યુગમાં ઘણી બાબતોમાં છોકરી ઓએ સાવચેત રહેવું કારણ સામે પક્ષે છોકરા તૈયાર હોવાથી તે તમારો ઉપયોગ કયાં એન્ગલથી કરશે તે તમે નકકી ન કરી શકો.દેખાય છે એ કયારેય સાચુ ન હોય ને જે જે દેખાતું તે સાચુ પણ હોય શકે, પુરી તપાસ કર્યા વગર ઉતાવળો નિર્ણય મુશ્કેલી ઉભી કરે છે. આખા દિવસની બધી વાત મમ્મીને 100 ટકા કરવી, ને મુશ્કેલી જણાય ત્યારે પોલિસ કે દુર્ગાવાહિની ટીમ કે મા-બાપનો તાત્કાલીક સંપર્ક કરવો. હવે તો ખાસ મહિલાઓ માટે જ ‘પોલિસ સ્ટેશન’ બનાવાયા છે. મહિલા હેલ્પલાઇનની એપ ડાઉન લોડ કરી જ રાખવી. સાવચેતી જ અ જ સલામતી છે. સોશ્યિલ મિડિયા કે ઇન્ટર નેટ, સાયબર ક્રાઇમ, વોટસઅપ, ફેસબુક, ટવીટર કે ઇન્સ્ટ્રાગ્રામ જેવાનો વપરાશ કે તેમાં મેસેજની આપ-લે ક કાયમી રેકોર્ડ બની જતો હોવાથી તેમાં સાવચેતી રાખવી. લાગણીના વહેણમાં કયારેય તણાવું નહી. છોકરાએ પસ સમજવું જ પડે કે મારા ઘરમાં પણ મા-દિકરી છે એમ બીજાની પણ મા-દિકરી છે તેથી કાલ સવારે એના ઘરે પણ આજ મુશ્કેલી આવી શકશે એવી સમાજ જ તેના નિવારણ માટે કાફી છે.

દર 4 મિનિટે એક મહિલા સાથે ઘરેલું હિંસા !

 

નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરો દર વર્ષે આંકડા બહાર પાડીને સમાજને ચેતવણી રુપ વાત સાથે મહિલાોના બચાવી માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાય છે. આપણે જયારે બળાત્કાર વિશે સાંભળીએ, વાંચીએ કે સમાચાર રુપે ટીવીમાં જોઇએ છીએ ત્યારે આપણું માથું શરમથી ઝુકિ જાય છે. આપણાં દેશમાં દર 4 મીનીટે એક મહિલા સાથે ઘરેલું હિાંસાનો બનાવ બને છે. 2021માં મહિલાઓ વિરુઘ્ધ અત્યાચાર ના ગુનાઓ સૌથી વધારે નોંધાયા છે. ગત એક વર્ષમાં પોલીસ ચોપડે 60 લાખ જેટલા ગુેના નોંધાયા છે. જે પૈકી સાડાચાર લાખ જેટલો ગુના મહિલા વિરોધી ગુનાના છે. છેલ્લા 6 વર્ષમાં આ આંકડો 26.35 ટકા વધી ગયો. ગુનાની યાદીમાં નોંધાયા છે. મહિલાઓના અપહરણ કેસમાં 2016ની સરખામણીએ 14 ટકાનો વધારો જોવા મળે છે. એક બીજા આંકડાના સર્વેમાં ધરેલું હિંસાના કેસમાં ર7 ટકા વધારો જોવા મળે છે. દેશમાં રોજ સરેરાશ 87 દિકરીઓ સાથે દુષ્કર્મની ઘટના બની રહી છે.

 

વેલેન્ટાઇનસ વીકમાં સાચા-ખોટા પ્રેમને ઓળખતા શીખી જજો !

 

અત્યારે વેલેન્ટાઇન્સ વીક કે તેના વિવિધ ડે ના સેલિબ્રેશન ચાલી રહ્યા છે. ત્યારે કિશોરીઓ કે તરુણીઓએ, મહિલાઓ કે છોકરીઓ સાચા-ખોટા પ્રેમની ઓળખ કરતાં શીખી જવું પડશે નહિંતર મુશ્કેલીનો માર સહન કરવો જ પડશે. જે દેખાય છે એ કયારેય સાચુ હોતું નથી તેમ જે સાચુ છે એ કયારેય જોઇ નથી શકાતું. આજના યુગમાં ‘સાવચેત’  રહેવું મહિલાઓ માટેની પ્રથમ શીખ છે.