• હરિવંદના કોલેજ તથા રાજકોટ મહિલા પોલીસના સંયુકત  ઉપક્રમે હરિવંદના કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન

હરિવંદના કોલેજ તથા રાજકોટ મહિલા પોલીસના સંયુકત  ઉપક્રમે આજે કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બસ હવે નવરાત્રીને આંગળીના વેઢે ગણી શકાય તેટલો સમય બાકી રહ્યો છે રાજકોટનું યુવાધન જ્યારે માતાજીના પાવન પગલાને આવકારવા આતુર છે. ત્યારે આ ક્રાયક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ પહેરવેશમાં તૈયાર થઈ સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવે અને પોતાની જાતનું વધુ સારી રીતે સંરક્ષણ કરી શકે.દાંડિયા નો ઉપયોગ માત્ર રમવા જ નહીં પણ જરૂર પડે ત્યારે એનો શસ્ત્ર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આ વાત સમજાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ ભૂમિકા અકબરી, અન્ય પોલીસ કર્મીઓ, કોલેજના સ્ટાફ સહીત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પણ ઉપસ્થિત રહી હતી. અને તમામ વિધાર્થિનીઓને ટ્રેડિશનલ ડ્રેસ પહેરાવી સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી.ઘંટેશ્વર પાર્ક ખાતે 150થી પણ વધુ ગર્લ્સ ચણિયાચોળીના ટ્રેડિશનલ પહેરવેશમાં હાજર રહી અને સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનિંગ લીધી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના સંચાલક ડો. કૃપાબેન ચૌહાણ તથા રશ્મિબેન ચૌહાણ અને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ ભૂમિકાબેન અકબરી તથા અભયમ ની ટીમ અને શી ટીમ પણ હાજર રહી બધાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

આવા કાર્યકમોં થકી દીકરીઓ વધુ સક્ષમ બનશે: બી.ટી.અકબરી

મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ટી.અકબરીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આવનારા નવરાત્રીના તહેવારને લઇ રાજકોટની મહિલા પોલીસ ટીમ દ્વારા સેલ્ફ ડીફેન્સ અને અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.મહિલાઓ જયારે રમવા માટે નીકળે છે ત્યારે તેની કોઈ છેડતી કરે તો દાંડિયા વડે તેમનો સ્વબચાવ કેવી રીતે કરી શકે તેની ટ્રેનીગ આપવામાં આવી હતી.અને કઈ રીતે પોલીસની મદદ લઇ શકે તેના વિષે જાણકારી આપવામાં આવી હતી.અને આવા કાર્યક્રમોથી દીકરીઓ વધુ ને વધુ સક્ષમ બનશે.

દીકરીઓને સ્વબચાવ માટેની ટ્રેનિંગ અપાઈ: ટ્રસ્ટી કૃપાબેન ચૌહાણ

’અબતક’ સાથેની વાતચીતમાં હરિવંદના કોલેજના ટ્રસ્ટી કૃપાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, હરિવંદના કોલેજ દ્વારા, મહિલા પોલીસને સાથે રાખી નવરાત્રી દરમિયાન દાંડિયાનો ઉપયોગ માત્ર રમવા જ નહીં પણ જરૂર પડે ત્યારે શસ્ત્ર તરીકે પણ કરવો જોઈએ તે વિષય પર દીકરીઓને સેલ્ફ ડિફેન્સ માટે શું કરવું જોઈએ તે માટે ટ્રીક્સ આપવામાં આવી હતી. તેમજ વધુમાં તેઓએ કાર્યક્રમમાં 150 જેટલી દીકરીઓએ ભાગ લેતા તેમને સ્વબચાવ કેવી રીતે કરી શકે તેની ટ્રેનીગ આપી હોવાની માહિતી આપી હતી.

આજનો કાર્યક્રમ ખુબ જ ઉપયોગી સાબિત થશે: વિધાર્થીની

હરિવંદના કોલેજની વિદ્યાર્થીનીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હરિવંદના કોલેજ દ્વારા આવનારા નવરાત્રીના તહેવારને સેલ્ફ ડીફેન્સ અને અવેરનેશની ટ્રેનીગ આપવામાં આવી હતી.દાંડિયાનો વેપન તરીકે કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે જાણકારી મેળવી હતી.આ સમગ્ર ટ્રેનીંગ પોલીસ દ્વારા આપવામાં આવી હતી.તેમજ કોઈ હેરાન કરે તે તેમને કેવી રીતે લડત આપવી તે વિષે માહિતી આપી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.