કન્યાઓ નખ પર પેઇન્ટ કરાવે છે પતિનો સ્કેચ, #ટેગ સાથે લખાવે છે પતિનું નામ !!

એક નાખુન કી કિંમત તુમ ક્યાં જાનો બાબુ?

નેઈલ આર્ટ પાછળ એક યુવતી ખર્ચે છે રૂપિયા 400 થી 7000

કન્યાઓમાં લગ્ન વિધિને અનુરૂપ નેઇલ આર્ટનો ક્રેઝ,સગાઈમાં છે રિયલ રિંગ હાઇલાઇટનો ક્રેઝ

પ્રાચીનકાળથી શુભ પ્રસંગોમાં ફેશનનું મહત્વ રહ્યું છે  .જેતે સમયે ચાલતી ફેશનને અનુરૂપ સ્ત્રી શણગાર સજતી હતી જેમાં છુંદણા, હાથી દાત ના ઓર્નામેન્ટ મુખ્ય હતા.બાદ માં નવા યુગના પ્રારંભે માથાથી પગ સુધીના શણગારો ઉમેરાયા. વિદેશી વાયરાને પગલે ત્યાંની ઘણી ફેશન સૌરાષ્ટ્ર ની કાઠિયાવાડી જનતા ને અસર કરી અને નવ વધુના મુખડાનો શણગાર વધતો ગયો .હાથ પગની મહેંદી સાથે હાલના સમયમાં 10આંગળીઓના નખને પણ અનેરો શણગાર અપાઈ રહ્યો છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં લગ્ન સીઝન શરૂ હોઈ લોકો લગ્નમાં પોતાનો ડિફરન્ટ લુક આપવા માટે અનેક નુસખાઓ અપનાવતા હોઈ છે.હાલમાં રાજકોટની યુવતીઓમાં નેઇલ આર્ટનો ક્રેઝ ખુબજ વધ્યો છે. લગ્ન સીઝનમાં , સગાઈના પ્રસંગોમાં યુવતીઓ પોતાનું મનપસંદ નેઇલ આર્ટ કરાવી રહ્યા છે.

શું છે લગ્નમાં નેઇલ આર્ટનો  ટ્રેન્ડ?

રાજકોટ શહેરમાં 10થી વધુ નેઇલ આર્ટ સ્ટુડિયો આવેલ છે.હાલમાં ચાલી રહેલ લગ્ન સીઝનમાં ટ્રેન્ડ મુજબ સગાઈમાં યુવતી નેઇલ પર રિયલ રિંગ હાઇલાઈટ કરાવે છે.લગ્નમાં કળશ વિધિમાં કળશ ડ્રો કરાવે છે.લગ્નના દિવસે જેમ મહેંદીમાં પોટ્રેટ કરવામા આવે તે જ રીતે નેઇલ્સમાં પણ બ્રાઈડ અને ગ્રુમના પોટ્રેટ કરવામાં આવે છે.સાથેજ હેસટેગ કરી પતિનું નામ લખાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

રિફલેકટિવ જેલ, કેટ આઈ ઇફેક્ટ હોટ ફેવરીટ: ખુશી બુટાણી (નેઇલ આર્ટીસ્ટ)

નેઇલ આર્ટિસ્ટ ખુશી બુટાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લગ્ન સીઝનમાં દુલહન સિવાય લગ્નમાં જનાર યુવતીઓ વિવિધ ડિઝાઇનના નેઇલ આર્ટ કરાવી રહ્યા છે.દુલહન પતિના નામ સાથે હેસટેગ પણ મૂકે છે.કેઝ્યુઅલમાં તમામ યુવતીઓ ડ્રેસિંગને અનુરૂપ નેઇલ આર્ટ કરાવે છે. 3D 4D રિફલેકટિવ જેલ, કેટ આઈ ઇફેક્ટ ,જવેલરી આર્ટ બધું ખૂબ ચાલે છે.

લગ્ન વિધિને અનુરૂપ નેઇલ આર્ટ કરાવવા યુવતીઓમાં ક્રેઝ: જસ્મીન રાઓલ

રાજકોટની જાણીતી નેઇલ આર્ટિસ્ટ જસ્મીન છેલ્લા 2 વર્ષથી પોતાનો નેઇલ આર્ટ સ્ટુડિયો ચલાવે છે.અબતક મીડિયા સાથેની વાતચીતમાં જસ્મીને જણાવ્યું હતું કે લગ્ન સીઝનમાં 3D , 4D તેમજ રિયલ ફ્લાવરમાં એમ્બોઝ નેઇલ પેન્ટ લોકો કરાવી રહ્યા છે.જેમને નેઇલ્સ ન હોઈ તે લોકો એક્સટેન્સન કરાવી ને પોતાનો શોખ પુરો કરે છે.પ્રિ-વેડિંગ ના અલગ નેઇલ્સ બને છે.ગર્લ્સ પોતાની સગાઈમાં રિંગ હાઇલાઈટ કરાવે છે. દુલહન કળશ વિધિમાં કળશ ડ્રો કરાવે છે.મંડપ-ગણેશ સ્થાપના વિધિમાં સાથિયો,ગણપતિજી તેમજ લગ્નના દિવસે જેમ મહેંદીમાં પોટ્રેટ કરવામા આવે તે જ રીતે નેઇલ્સમાં પણ બ્રાઈડ અને ગ્રુમના પોટ્રેટ કરવામાં આવે છે.

લગ્ન સીઝનમા બ્રાઈડ માટે સ્પેશિયલ બ્રાઇડલ વ્હીલ બનાવી : જહાન્વી જોશી (નેઇલ આર્ટીસ્ટ)

નેઇલ આર્ટીસ્ટ જહાન્વિ જોશીએ અબતક મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં લગ્ન સીઝનને અનુરૂપ દુલહન માટે ખાસ બ્રાઇડલ વહીલ તૈયાર કરેલ છે જેમાંથી તેઓ જાતે ડિઝાઈન સિલેક્ટ કરી શકે છે.હાલમાં ટેકનોલોજીનો યુગ હોઈ ગૂગલમાં સર્ચ કરી ને પણ ઘણી યુવતીઓ નેઇલ આર્ટ ડિઝાઇનનો ફોટો લઈ ને આવે છે એ ફોટો મુજબ પણ અમે નેઇલ્સ પર ડિઝાઇન કરી આપીએ છીએ. હાલમાં કેટ આઈ , ઓંમરે , એક્રેલીક ઇન બિલ્ટ ,રિયલ ફ્લાવર્સ , બ્રાઈડ ગ્રુમના નામ-સ્કેચ તેમજ વિધિ પ્રમાણે નેઇલ્સ બદલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.