Abtak Media Google News

ઠંડીમાં રાહત:મહતમ તાપમાનનો પારો પણ 33 ડિગ્રીને ઓળંગી ગયો

રાજયભરમાં ઠંડીનું જોર ધીમેધીમે  ઘટી રહ્યું છે. ઠંડાગાર પવનોના સુસવાટા   પણ મંદ પડતા લોકોને  રાહત મળી છે. ગીરનાર પર્વત પર   આજે લઘુતમ તાપમાન  6.8 ડિગ્રી નોંધાયું હતુ જયારે નલીયામાં આજે પણ લઘુતમ  તાપમાન  સિંગલ ડિજિટમાં  7 ડિગ્રી નોંધાયું હતુ મહતમ તાપમાનનો પારો 33 ડિગ્રીને પાર થઈ જતા બપોરનાં સમયે ગરમીનો  અહેસાસ થઈ રહ્યો છે.

છેલ્લા ચારેક દિવસથી રાજયભરમાં ઠંડીનું જોર ઘટી રહ્યું છે.આગામી  ત્રણથી   ચાર દિવસ હજી ઠંડીમાં રાહત રહેશે ત્યાર બાદ ઠંડીનો એક  નવો રાઉન્ડ  આવે તેવી સંભાવના જણાય રહી છે.

મહતમ તાપમાનમાં વધારો થઈરહ્યો છે.આજે  અમદાવાદનું  તાપમાન 10.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન લઘુતમ 13 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 15.6 ડિગ્રી, ભૂજનું તાપમાન 14.4 ડિગ્રી, ડિસાનું   તાપમાન 12.8 ડિગ્રી, ગાંધીનગરમાં 9.2 ડિગ્રી, નલીયાનું તાપમાન  7 ડિગ્રી, રાજકોટનું તાપમાન 13 ડિગ્રી, અને વેરાવળનું તાપમાન 16.6 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. ઠંડાગાર  પવનનું જોર ઘટી જવાના કારણે હવે  સવારના સમયે થોડી કલાકો ઠંડીનો અહેસાસ  થાય છે.બપોરે મહતમ  તાપમાન 33 ડિગ્રીએ પહોચી  જતુ હોવાના કારણે  પંખા કે  એસી ચાલુ  કરવા પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.