ગિરનાર તીર્થએ વિરતિનું વૃંદાવન છે: પદ્મદર્શન વિજય

ગિરનાર મંડન નેમિનાથ પ્રભુના દીક્ષા કલ્યાણકની ઉજવણી કરાય

ગિરનાર તીર્થની ગોદમાં ગીરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસૂરિજી મહારાજ અને પૂ. પ્રવચન પ્રભાવક પૂફ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજ આદિ વિશાળ શ્રમણ-શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં ગીરનાર મંડન શ્રી નેમીનાર પ્રભુના દીક્ષા કલ્યાણકની ઉજવણી સંગીત અને સ્વર સમ્રાટ નીલેકશભાઇ રાણાવત ભીલાડ વાળાના સથવારે ભવ્યતાપૂર્વક થઇ હતી. પ્રભુભકતો આ પાવન પ્રસંગે ભકિતના ઘોડાપુરમાં ઝુમી ઉઠયા હતા. આ પાવન પ્રસંગે સંયમ જીવનના ઉપકરણોની ભાવવંદનાનો સુંદર ભાવસભર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આરાધકોના જીવનમાં વિરતના બીજનું આરોપણ થયું હતું.

પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજે શ્રી નેમીનાથ પ્રભુના દીક્ષા કલ્યાણકના અનુસંધાનમાં જણાવ્યું હતું કે ગીરનાર તીર્થ એ વિરતિનું વૃંદાવન છે. આ પાવન ભૂમિ ઉપર પાપીઓ પણ પુણ્યશાળી બન્યા છે. અનંતા તીર્થકરોની કલ્યાણક ભૂમિ તરીકે ગીરનાર તીર્થ સમગ્ર વિશ્ર્વમાં સુપ્રસિઘ્ધ છે. શ્રાવણ સુદ 6 ના દિવસે એક હજાર પુણ્યાત્માઓ સાથે ગીરનાર તીર્થ ઉપર નેમિકુમારે સંયમ જીવનનો સ્વીકાર કર્યો હતો. શ્રેયનું દાન  અને અશિવોનો નાશ જયાં છે તેને દીક્ષા કહેવાય જે સંયમ જીવનનો સ્વીકાર કર્યા પછી એક પણ પાપ ન થઇ જાય તેની તકેદારી રાખવાની હોય છે. ભૂલથી પણ કોઇ અપરાધ થઇ જાય તો સદગુરુ પાસે પ્રાયશ્ર્ચિત કરવું જોઇએ.

ગિરનારમાં સાધનાના માર્ગેે સંગમ સ્વીકારનાર નેમીનાથ પ્રભુની વર્ષીદાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પરમાત્માને શીબીકામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.આ શોભાયાત્રામાં આરાધકો શહનાઇના સુરે ઝુમી ઉઠયા હતા. સંયમ સ્વીકાર પ્રસંગ નીહાળી ભાવુકોની આંખો ભીની થઇ હતી. સીતાબેન  કાંતિલાલ અનાવલવાળાએ કાર્યક્રમનો સપૂણ લાભ લીધો હતો.