Abtak Media Google News

સૌરાષ્ટ્રના એક માત્ર  અને રાજકોટના તત્કાલીન પોલીસ ઈન્સ્પેકટર અજીતસિંહ ચાવડાની કામગીરી ધ્યાને લઇ મહત્વની એન્ટીટેરેરીસ્ટ સ્કોર્ડમાં નિમણુંક

રાજકોટ શહેરના તત્કાલીન  પોલીસ ઈન્સ્પેકટર અને  ગીર સોમનાથ જિલ્લા એલસીબી પીઆઇ અજીતસિંહ એસ. ચાવડા સહિત રાજ્યના 4 પોલીસ ઈન્સ્પેક્ટરોને એટીએસમાં નિમણુંક આપતા હુકમ કરવામાં આવ્યો છે.

આવ્યા છે. વધુ વિગત મુજબ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મોડી સાંજે રાજયના 4 પી.આઈ.ની એટીએસમાં નિમણૂંક આપતા હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના તત્કાલિક પોલીસ ઈન્સ્પેકટર અને હાલ ગીરસોમનાથ એલસીબીમાં પીઆઈ તરીકે  ફરજ બજાવતા એ.એસ.ચાવડા, વડોદરા શહેરના પી.બી.દેસાઈ ગાંધીનગર કે.જે.રાઠોડ અને ખેડાના એચ.વી.શીશારાનો સમાવેશ થાય છે. અજીતસિંહ ચાવડા રાજકોટ શહેરમાં અનેક  વર્ણઉકેલ ગુનાઓનો  ભેદ ઉકેલી અને કાયદો અને  વ્યવસ્થા જાળવવામાં મહત્વની કામગીરી કરી છે.

તેમજ હાલ ગીર સોમનાથના એલસીબીના મહત્વના સ્થળે ફરજ બજાવતા એ.એસ.ચાવડા દ્વારા  તાજેતરમાં જ તમીલ  સંગમ કાર્યક્રમમાં આ મહત્વની કામગીરી બજાવી છે. તેમની કામગીરીને  ધ્યાને લઈ ગૃહવિભાગ દ્વારા  રાજયની  મહત્વની એટીએસમાં નિયુકતી થતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે.

એસ.આર.પી.ના 12 પી.આઈની બદલી

રાજકોટ ગ્રુપના પી.ડી.પરમારને મેટ્રો, મરીન ટાસ્ક ફોર્સના પી.બી.પટેલને પીપીએસ વડોદરા અને પાવડીના એસ.બી.કારેટીયાને સોરઠ ચોકી ખાતે નિમણુંક આપી

રાજ્યના ગૃહવિભાગ દ્વારા મોડી સાંજે એસઆરપીમાં ફરજ બજાવતા 12 પોલીસ ઈન્સ્પેકટરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ગ્રુપના પી.ડી.પરમારને મેટ્રો, મરીન ટાસ્ક ફોર્સના પી.બી.પટેલને પીપીએસ વડોદરા અને પાવડીના એસ.બી.કારેટીયાને સોરઠ ચોકી ખાતે નિમણુંક આપવામાં આવી છે.વધુ વિગત મુજબ રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા એસઆરપીમાં ફરજ બજાવતા 12 જેટલા પોલીસ ઈન્સ્પેકટરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

જેમાં રાજકોટ પી.ડી.પરમારને મેટ્રો જુથ, વડોદરાના બી.વી.ખરાડીને અમદાવાદ, મડાણા વી.એમ.પટેલને મહેસાણા, એ.એચ.ગામીતને સુરત, પાવડીના એસ.બી.કારેટીયા સોરઠ ચોકી, ગોધરાના પી.યુ.પરમારને મડાણા, વડોદરાના આર.જે.પટેલને નડીયાદ, વાલીયા પી.એમ.ભાભોરને સુરત, કલગામ ડી.એલ.બારજોડ વડોદરા, ચેલાના એસ.આર.પ્રજાપતિને વિરમગામ, મરીન પી.બી.પટેલને પીટીએસ વડોદરા અને બાલાની વાવના જે.બી.રમણાને સુરત ગ્રામ્ય ખાતે નિમણુંક આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.