Abtak Media Google News

“ખાધું પીધું સાથે આવશે” આ કહેવત મુજબ આપણો સારો ખોરાક જ આપણને ખરા સમયે મદદ કરશે. પરંતુ આ સમયમાં બધા ખોરાકોમાં ભેળસેળ જોવા મળે છે. આપણા શરીરને શુદ્ધ આહાર મળવો ખૂબ જ જરૂરી છે. આના કારણે જ ઉદ્યોગપતિઓનો રસ આ તરફ વધ્યો છે.

આવું જ એક ઉત્તમ ઉદાહરણ છે, બેંગાલુરુમાં આવેલ Nimble Growth Organics. જે રાહુલ સરિયા અને નાગેન્દ્ર કલકુલી દ્વારા 2017માં સ્થપાયેલી હતી, આ સ્ટાર્ટઅપ વિવિધ પ્રકારના કાર્બનિક ખોરાક જેવા કે ફળો અને લીલા શાકભાજી ની ખેતી કરે છે.

Nimble Growth Organics એક મહિનામાં આશરે 150 ટન જેટલું કાર્બનિક પેદાશોનું વાવેતર કરવાનો દાવો કરે છે તેમજ 250 થી વધુ ખેડુતો સાથે સંકળાયેલા છે. જે 500 એકરમાં ફેલાયેલા જૈવિક ઉત્પાદનની ખેતી કરે છે. હવેરી, ગુંદલુપેટ તેમજ બેંગલુરુ ના ગામડાઓમાં અને કર્ણાટકના અન્ય ઘણા સ્થળોએ આ રીતે વાવેતર કરવામાં આવે છે, અને તે પાક બેંગલુરુ અને હૈદરાબાદમાં વેચાય છે.

1112 આ સ્ટાર્ટઅપના સ્થાપકો ફાઇનાન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે સફળ વ્યાવસાયિકો રહ્યા છે પરંતુ તેમની ઈચ્છા સમાજના હિતમાં કંઇક કરવાની હતી. નાગેન્દ્ર એક કૃષિ કુટુંબમાંથી આવે છે અને તેને ખેતી ક્ષેત્રની વાસ્તવિકતાઓની સારી સમજ હતી. તેમ છતાં તેમણે ટેક્નોલોજી ઉદ્યોગ સાથે લગભગ ૨૦ વર્ષ ગાળ્યા, તેમ છતાં તેઓ કહે છે કે કૃષિ હંમેશા તેમનો જુસ્સો રહ્યો છે.

જો કે, ટીમ માટે આ સરળ ન હતું, કેમ કે ખેડૂતોને પરંપરાગત ખેતીમાંથી ઓર્ગેનિક પદ્ધતિઓ તરફ સ્થળાંતર કરવા અંગે ખાતરી આપવી પડી હતી. આવકના નુકસાનને ધ્યાનમાં રાખીને મુખ્ય પડકાર હતો.

રાહુલ કહે છે, ‘કેમિકલથી ઓર્ગેનિક ખેતીમાં રૂપાંતરિત કરવાનો સૌથી મોટો પડકાર એ છે કે ખેતીના પ્રથમ બે વર્ષમાં ૩૦ થી 40 ટકા જેટલું ઉત્પાદન ઓછું થઈ ગયું છે.’ સજીવ ખેતીમાંથી મળેલ ઉપજ લગભગ ત્રણ વર્ષમાં રાસાયણિક વાવેતર સાથે મેળ ખાય છે, અને તે પછી, વધુ ઉત્પાદન થાય છે.

આ પડકારને પહોંચી વળવા Nimble Growth Organicsએ ખેડુતોને ખાતરી આપી હતી કે તેઓ વાવણી પહેલાં જ તેમની તમામ પેદાશ પૂર્વનિર્ધારિત ભાવે ખરીદી લેશે. આનાથી એ ખાતરી થઈ કે ખેડુતોને કોઈ આવકનું નુકસાન થઈ શકે એમ ન હતું.

આ ઉપરાંત, ખેડૂતોને ટેક્નોલોજી વિશે વધુ સમજ ન હતી, અને ઓર્ગેનિક ખેતીની આખી પ્રક્રિયામાં ટેક્નોલોજી અંગે પ્રયત્નો કરવા પડ્યા હતા. આને પહોંચી વળવા નાગેન્દ્ર પોતાનો મોટાભાગનો સમય ખેડૂતો સાથે વિતાવે છે. 2017થી Nimble Growth દ્વારા કરવામાં આવેલા પગલાંને જોતાં, હવે ખેડુતો સામેથી પોતાને જૈવિક ખેતીમાં ફેરવા માટે તેમની પાસે પહોંચી રહ્યા છે.

ઓર્ગેનિક પેદાશો બજારમાં વધુ કિંમત મેળવવાથી ખેડૂતોને પણ સારો ફાયદો થઈ રહ્યો છે, પરિણામે તેમની આવક વઘી છે. નાગેન્દ્રનો દાવો છે કે કેટલાક ખેડુતો દર મહિને 1.5 લાખની આવક મેળવે છે. Nimble Growth આ વર્ષ દરમિયાન આશરે 1000 જેટલા ખેડૂતો ને ઉમેરવા માટે વિચારી રહ્યું છે. તેમજ તેમના વેચાણના પ્રમુખ પ્રદીપ એમ. એલ. મુજબ તેઓ ફળો અને ઔષધિઓનો નિકાસ આજુ-બાજુના પાંચ રાજ્યોમાં કરવા અંગે વિચારી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.