રૂ.૩ હજાર આપો ને ડ્રાઈવીંગ લાયસન્સ લઈ જાવ!!

દ્વારકામાં બનાવટી લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયું: એકની ધરપકડ

દેવભૂમિ દ્વારકાની એસઓજી ટીમે દ્વારકા વિસ્તારમાં અસક્ષમ વ્યકિતઓને ડ્રાઈવીંગ લાયસન્સ આપવાનું કૌભાંડ પકડી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી આ શખ્સે પોતાના શાળાની મદદથી ડ્રાઈવીંગ લાયસન્સ કાઢી આપ્યું હોવાનું કહ્યું છે. બંનેએ ૫૪ જેટલા નકલી લાયસન્સ કાઢયા હોવાનું ખૂલ્યું છે.

દ્વારકા જિલ્લામાં ગુનાખોરી આચરતા શખ્સોને પકડી પાડવા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા નાયબ પોલીસ અધિક્ષક હીરેન્દ્ર ચૌધરીએ સૂચના આપતા દ્વારકા પીઆઈ જે.એન. ચાવડા, પીએસઆઈ એ.ડી. પરમારે તપાસ હાથ ધરી હતી. એસઓજીની ટીમના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ સવાણી, જીવાભાઈ ગોજીયા, હરદેવસિંહ જાડેજા વગેરે પેટ્રોલીંગમાં હતા ત્યારે દ્વારકાનો સુલતાન અયુબ સોઢા માણસો પાસેથી નાણા લઈ બનાવટી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી દેતો હોવાની બાતમી મળી હતી આ શખ્સ બનાવટી ખોટા લાયસન્સ અન્ય માણસોને દેવા જવાનો હોવાનું જાણવા મળી હતી આથી દ્વારકામાં નરસંગ ટેકરી ફૂલવાડી વિસ્તારમા રહેતા માછીમાર સુલતાન અયુબ સોઢા ૩૧ ને પકડી પાડયો હતો. તેથી પૂછપરછ અને તપાસ કરતા તેની પાસેથી ૧૫ બનાવટી ડ્રાઈવીંગ લાયસન્સ મળી આવ્યા હતા. સુલતાન અયુબ તેના સાળા રીઝવાન રસુલ અંસારી ખાતે બનાવટી લાયસન્સ બનાવતો હોવાનું ખૂલ્યું હતુ એક લાયસન્સ બનાવવા રૂ.૩ હજાર પડાવતો હોવાનું ખૂલ્યું છે. આ બંનેએ સલાયાના જુનસ ઓસમાણને ૯, બેટના અલી હસન સપને ૯, રોજીના દંગાવાળા જાવીદ હારૂન સમા પાસેથી ૮ તથા દ્વારકાના ઈકબાલ વલીમામદ સુભણીયાને ૫ તથા ઓખાના નજીર તાલબ સંઘારને ૮ બનાવટી લાયસન્સ બનાવી આપ્યાનું ખૂલ્યું હતુ.

આ બંને સામે બનાવટી લાયસન્સ કાઢી આપવા અંગે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુલતાનની ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એસઓજીનાં પીએસઆઈ એ.ડી. પરમાર હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ સવાણી, હરદેવસિંહ જાડેજા વગેરેએ વધુ તપાસ હાથ ધરી છે.

આ શખ્સો આરટીઓની સહીનો ડિજિટલ ઉપયોગ કરી તેમજ સરકારી દસ્તાવેજ બનાવવાની પક્રિયામાં અધિકાર આપતા ડ્રાઈવીંગ લાયસન્સની ખોટા બનાવટ કરી તે ખોટા તથા બનાવટી હોવાનું જાણતા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરવા તથા કબજામા રાખી એકબીજાને મદદગારી કરતા હોવાનો દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Loading...