‘ત્રિકોણ બાગ કા રાજા’ ના પટાંગણમાં આજે લોકડાયરો અને કાલે શ્રીનાથજીની ઝાંખી

મહાઆરતીમાં મહિલા અગ્રણીઓ રાજકીય મહાનુભાવો, તબીબો, વકીલો, કોર્પોરેટરો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

રાજકોટમાં ત્રિકોણ બાગ ચોક ખાતે ત્રિકોણ બાગ કા રાજા નો રરમો જાજરમાન અને ગુજરાતનો વિશાળ ગણપતિ મહોત્સવ વરસાદી માહોલમાં છેલ્લા પાંચ દિવસથી ભકિતભાવથી ધામધૂમપૂર્વક ઉજવાય રહ્યો છે. અહિં પ્રસ્થાપિત થયેલ રાજા સ્વરુપે પ્રજાને આશીર્વાદ દેતી ગણેશજીની સુંદર અને મનમોહક મૂર્તિ સન્મુખ આવનાર દરેક ભાવિકને સંયોહિત કરે છે. અહિ સવાર-સાંજ થતી સાર્વજનીક સમુહ આરતીમાં ભાગ લઇને હજારો ભાવિકો કૃતાર્થ થયા છે. શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે આરતી થાય છે. ત્યારે આ અનોખી ગણેશ આરાધનાને ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોના લોકો ઇલેકટ્રોનિક મિડિયાના ચાર માઘ્યોમથી થતું લાઇવ પ્રસારણ નિહાળીને ધન્યતા અનુભવે છે.

રાજકોટના ભાવિક નગરજનોએ ગઇકાલ મંગળવારે કસુંબીનો રંગ કાર્યક્રમ મોડીરાત સુધી મન ભરીને માણ્યો. આજે બુધવારે રાત્રે ત્રિકોણબા કા રાજાના વિશાળ પરિસરમાં વિશાળ વરુ અને સાથે કલાકારો પ્રસ્તુત ભવ્ય લોકડાયરો યોજાશે, આ કાર્યક્રમમાં હાજરી આપવા શહેરની જનતાને જાહેર આમંત્રણ અપાયુ છે. આવતીકાલ ગુરુવારે રાત્રે મયુર બુઘ્ધદેવ અને સાથી કલાકારો શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ રજુ કરશે. ત્રિકોણબાગ કા રાજાનો દરબાર ભકિત સંગીતથી ગુંજી ઉઠશે.

ત્રિકોણબાગ કા ગણપતિ મહોત્સવને સફળ બનાવવા જીમ્મીભાઇ અડવાણીના માર્ગદર્શન હેઠળ ચુંદુભાઇ પાટડીયા જયપાલસિંહ જાડેજા, નિલેશ ચૌહાણા, સંજયભાઇ ટાંક, રાજન દેસાણી, કિશન સિઘ્ધપુરા, બીપીન મકવાણા, પ્રકાશ ઝંઝુવાડીયા, ભરત મકવાણા, નાગજી બાંભવા, કાનાભાઇ સાતિયા, વિમલ નૈયા, વંદન ટાંક, ધવલ કાચા, ધવલ અડવાણી, હાર્દિક વિઠલાણી વગેરે ભકિતભાવથી ખડે પગે સેવાઓ આપી રહ્યા છે.