પેટ્રોલ-ડીઝલના ભાવનું વૈશ્વિક અર્થશાસ્ત્ર…!!!!

આધુનિક વિશ્વમાં અર્થતંત્રના પાયાના પરિબળોમાં “ઉર્જા” મહત્વનું પરિમાણ બન્યું છે અગાઉ રાષ્ટ્રની સંપત્તિ અને અર્થ વ્યવસ્થામાં કૃષિ ઉત્પાદન વેપાર , ખેતી પશુપાલન અને અન્ય કુદરતી સંપદા ને સમૃદ્ધિ અને ધન ગણવામાં આવતું હતું હવે ઉદ્યોગિક વિશ્વના આધુનિક યુગમાં ધનની વ્યાખ્યા અને તેના પરિમાણો અર્થ શાસ્ત્રોના પરિબળો અને તેની વ્યાખ્યા માં પણ ઘણા બદલાવ આવ્યા છે અત્યારે સમગ્ર દુનિયામાં ઊર્જા આધારિત વ્યવહાર ના પાયા પર અર્થતંત્ર ની વ્યવસ્થા ચાલી રહી છે પેટ્રોલ-ડીઝલના ભાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઇલના ભાવ ઉપર સમગ્ર વિશ્વની મુદ્રા વ્યવસ્થા ચાલી રહી છે વીજળીનું ઉત્પાદન , ક્રૂડ ઓઇલના કાચા ભાવ અને ખરીદ વેચાણ થી લઈ ઉત્પાદન અને તેના સંગ્રહ ની સાથે સાથે ભારત જેવા વિકાસશીલ દેશ ના અર્થતંત્ર પર વીજળી ની પડતર કિંમત, પેટ્રોલ-ડીઝલના આયાત અને વપરાશની સાથે સાથે સંગ્રહશક્તિ અને દેશના ઊર્જાના શક્તિ પર અર્થતંત્ર ની સ્થિતિનું નિર્માણ થાય છે, આખાતના તેલ ઉત્પાદક દેશો અનેઓપેક જેવા તેલ ઉત્પાદક સંગઠનનો ની રણનીતિ ની અસર પણ અર્થતંત્ર પર થાય છે ક્રૂડ ઓઇલના આ આર્થિક પરમાણુ ના વ્યવસ્થાપન થકી રાષ્ટ્રની સંપત્તિ ની વધઘટ નિશ્ચિત બને છે ભારત જેવા વિકસિત રાષ્ટ્ર માટે ક્રૂડ ઓઈલનું અર્થતંત્ર સંતુલિત રાખવું આવશ્યક છે છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઉત્પાદન ક્ષેત્રે પુરવઠા નો વધારો અને લોક ડાઉન ના કારણે પેટ્રોલ-ડીઝલના વપરાશમાં થયેલા ઘટાડાના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ બેરલ દીઠ 45ડોલર સુધીના તળીયાના ભાવે પહોંચી ગયું હતું ત્યારે સમયનો તકાજો સમજી ને આંતરરાષ્ટ્રીય નિયંત્રણો હોવા છતાં ભારતે ક્રૂડ ઓઇલની આયાત ચાલુ રાખીને મંદીના ભાવમાં પેટ્રોલ-ડીઝલનોબફર સ્ટોક બનાવવાનું ચાલુ રાખ્યું હતું સાથે સાથે ડોલરની મંદિ માં પણ વિશ્વ બેંકની તાકીદ હોવા છતાં ભારતે ડોલરની ખરીદી કરી મોટું ભંડોળ ઊભું કરીને દેશની રાજ કોષીય ખાધને સરભર કરવા માટે જે રણનીતિ અખત્યાર કરી હતી તેનાથી ભારતના અર્થતંત્રને વૈશ્વિક મંદી મા પણ ટકી રહેવાનું બળ મળ્યું હતું ,

વિશ્વ માટેત્ત્યારે ક્રૂડ ઓઇલના ભાવો ચિંતાનો વિષય બન્યા છે ગ્લોબલ વોર્મિંગ થી લઈને દેશની હૂંડિયામણ સમૃદ્ધિને બચાવવા માટે હવે વૈકલ્પિક ઊર્જા આવશ્યક બની છે પેટ્રોલ કોલસા ડીઝલ દ્વારા ચાલતા જનરેટર દ્વારા ઉત્પાદન થતી વીજળી ની જગ્યાએ હવે વૈકલ્પિક ઊર્જા સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા માટે પ્રયાસો થયા છે ભારતમાં સોલાર પાર્ક બનાવીને વૈકલ્પિક ઊર્જા વિદિશામાં ઘણું કામ થઇ રહ્યું છે ભારત ઉર્જાક્ષેત્રે સ્વાવલંબી બની ને ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા તરફ આગળ વધી રહ્યું છે અને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે પ્રયાસો થઈ રહ્યા છે

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે સમગ્ર વિશ્વમાં ચિંતા પ્રસરી છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ ના રાજકારણ તે સમગ્ર વિશ્વના અનેક દેશો પડકાર ભૂમિકામાં આવી ગયા છે ત્યારે ઉર્જા ની આ આર્થિક વ્યવસ્થામાં ભારત પણ નિર્ણાયક તબક્કામાં થી પસાર થઇ રહ્યું છે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો કાબુમાં કરવા માટે વિકલ્પની શોધ કરવામાં આવી રહી છે ત્યારે જો આ બંને ઈંધણ જીએસટીના દાયરામાં થી મુક્ત કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ખૂબ જ ઘટાડો થાય તેમ છે પરંતુ અર્થતંત્ર માટે પેટ્રોલ-ડીઝલના ભાવ ના નિયમનની સાથે સાથે આર્થિક વ્યવસ્થા નું સંતુલન અને ફુગાવાને નિયંત્રણમાં રાખવા પણ જરૂરી છે કેન્દ્ર સરકાર જો પેટ્રોલ-ડીઝલની જીએસટી દાયરામાં લાવે તો અત્યારના 28% ના સ્લેપ મુજબ પેટ્રોલ 45.79 અને ડીઝલ 46.36 રૂપિયા લિટર સુધી પહોંચી જાય તેમ છે સરકાર માટે ભાવ નિયંત્રણ ફુગાવાની સાથે સાથે દેશના અર્થતંત્રનો સંકલન સંતુલન અને રાજકોષીય ખાધ નું નિયંત્રણ ફુગાવો અને રૂપિયાની તરલતા જેવા આર્થિક તમામ પરિબળોને એક ગ્રુપ રાખવું વધારે મહત્વનું છે ત્યારે દેશના અર્થતંત્ર માટે ઉર્જા ની યોગ્ય નિયમન વ્યવસ્થા અને ભાવ સંતુલન જાળવું આવશ્યક છે