Abtak Media Google News

બે રૂપિયાની મૂળકિંમત ધરાવતા ઇક્વિટી શેરની કિંમત 319થી 336 રહેશે

બ્રાન્ડ મેદાન્તા અંતર્ગત પાંચ હોસ્પિટલો (ગુરુગ્રામ, ઇન્દોર, રાંચી, લખનૌ અને પટણા) અને એક નિર્માણાધિન હોસ્પિટલ (નોઇડામાં)નું નેટવર્ક ધરાવતી ગ્લોબલ હેલ્થ લિમિટેડ (કંપની) 03 નવેમ્બર, 2022ના રોજ એનો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) લાવશે.

ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ.2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ  319થી  336 નક્કી કરવામાં આવી છે. બિડ લઘુતમ 44 ઇક્વિટી શેર અને પછી 44 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. આઇપીઓમાં રૂ.5,000.00 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા 50,761,000 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ હશે. વિક્રેતા શેરધારકોમાં ધ કાર્લાઇલ ગ્રૂપની સંલગ્ન કંપની અનંત ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા 50,661,000 ઇક્વિટી શેર અને સુનિલ સચદેવા (સુમન સચદેવા સાથે સંયુક્તપણે) 100,000 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ હશે. કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ફંડનો ઉપયોગ એની બે પેટાકંપનીઓ જીએચપીપીએલ અને એમએચપીએલમાં રોકાણ માટે, આ પેટાકંપનીઓની રૂ.3,750.00 મિલિયન સુધીની વિવિધ લોનની આંશિક કે સંપૂર્ણ પુન:ચુકવણી/આગોતરી ચુકવણી માટે ડેટ કે ઇક્વિટી શેર સ્વરૂપે કરવાનો ઇરાદો ધરાવે છે.

નેટ ઇશ્યૂમાંથી પ્રાપ્ત બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે થશે.  વળી ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સ (બિન-સંસ્થાગત પોર્શન)ને ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જેમાં (એ) આ પ્રકારનો એક તૃતિયાંશ હિસ્સોછ રૂ.200,000થી વધારે અને રૂ.1મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રાખવામાં આવશે; અને(બી) આ પ્રકારના હિસ્સાનો બે તૃતિયાંશ હિસ્સો રૂ.1,000,000 મિલિયનથી વધારે એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે, જેમાં શરત એ છે કે, સેબી ગ્યુલેશન્સને સુસંગત રીતે આ પ્રકારની પેટાકેટેગરીઓમાં સબસ્ક્રાઇબ ન થયેલો હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સની અન્ય પેટા કેટેગરીમાં અરજદારોને ફાળવણી થઈ શકે છે અને નેટ ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સ (રિટેલ પોર્શન)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. આ ઓફરમાં તમામ સંભવિત બિડર (એન્કર રોકાણકારો સિવાય)ને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ એ.એસ.બી.એ. પ્રક્રિયા દ્વારા સહભાગી થવું ફરજિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.