Abtak Media Google News

અર્વાચીન રાસોત્સવમાં સીઝન પાસ, ગેસ્ટ પાસ, ડેઇલી પાસની વ્યવસ્થા અને ઇનામોની વણઝાર જેવા કાર્યક્રમો લઇ આયોજકો અબતકને આંગણે

રાજકોટ શહેરમાં વસતા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિના ભાઇ-બહેનો માટે આગામી નવરાત્રી મહોત્સવમાં નવ દિવસીય અર્વાચીત દાંડીયા રાસનું ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જાજરમાન અને ભવ્ય રીતે આયોજન કરવામાં આવેલ છે. આ તકે આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.

જેમાં ખેલૈયાઓ મુકત રીતે રાસોત્સવ ખેલી શકે તે માટે શહેરના હાર્દસમા કાલાવડ રોડ, કોટેચા ચોકમાં આવેલ સૌરાષ્ટ્ર હાઇસ્કુલના વિશાળ

મેદાનમાં એક લાખ સ્કેવેર ફુટમાં એક લાખ વોટ સાઉન્ડ સિસ્ટમના સથવારે નાઇટ વિઝન સીસી ટીવી કેમેરા અને સિકયુરીટી બાઉન્સરની વ્યવસ્થા તેમજ બારસોથી વધુ ખેલૈયા રમી શકે તેવી અદ્યતન સુવિધા રાખવામાં આવેલ છે. આ ઉપરાંત જયતં ગજજર (ઓરકેસ્ટ્રા) ગજજર મ્યુઝીકલ ગ્રુપ ચાર વર્સેનટાઇલ પ્લેબેક સિંગર સાથે ધુમ મચાવશે. સાથો સાથ નાના મોટા સૌ માટે રોજ અવનવા ઇનામોની વણઝાર અને છેલ્લા દિવસે મેગા ફાઇનલ ઇનામ પણ રાખેલ છે.

ગુર્જર સુતાર જ્ઞાતિના ખેલૈયાઓ માટે પાસનું રજીસ્ટ્રેશન રાજકોટમાં વિશ્ર્વકર્મા પ્રભુજી મંદીર દીવાન પરા રાજકોટ ઉપરાંત રાજકોટ વિશ્ર્વકર્મા કેળવણી મંડલ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ રાજકોટ તેમજ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ બાલાજી ઇન્ડ. પાર્ક ગોંડલ રોડ રાજકોટ એમ ત્રણ સ્થળે વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

જ્ઞાતિના ઉત્સાહી ખેલૈયા પોતાના નામ અગાઉથી રજીસ્ટ્રેશન કરવા ખુબ જ ઉત્સાહથી આવી રહ્યા છે. આ માટે મેદાનમાં આમંત્રિતો માટે ચાર હજારથી વધુને બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ગુર્જર  સુતાર જ્ઞાતિજનો માટે આ પ્રથમ અર્વાચીન રાસોત્સવ નિહાળવા માટે ફ્રી પાસ આપવાની પણ સુંદર વ્યવસ્થા ગોઠવાયેલ છે તેમન રાસનું ખુબ મોટા લાઇવ સ્ક્રીન દ્વારા પ્રસારણ કરવામાં આવનાર છે.

Dsc 5611

ગુર્જર સુતાર જ્ઞાતિના ખેલૈયાઓ માટે વિશેષ અને આગવું આયોજન આયોજકો સંભાળી રહ્યા છે. જ્ઞાતિ પ્રમુખ રસિકભાઇ ડી. બદ્રકીયા, ચંદ્રેશભાઇ ખંભાયતા, મહેશભાઇ વડગામા, પ્રદીપભાઇ કરગથરા, તેમજ અન્ય જ્ઞાતિ આગેવાનોની આગેવાની હેઠળ મુખ્ય કમીટીના સભ્યો છેલ્લા એક માસથી આગવું આયોજન કરી રાસોત્સવને ચીર સ્મરણીય બનાવવા કાર્યરત છે. આ કાર્યક્રમના આયોજન માટે ૧૮ સમીતીનાી રચના કરેલ છે. લગભગ ર૦૦ થી વધુ કાર્યકરો આ નવરાત્રીમાં નિ:સ્વાર્થ ભાવે પોતાની સેવા આપવા તત્પર છે.

અર્વાચીન રાસોત્સવમાં સીઝન પાસ, ગેસ્ટ પાસ ડેઇલી પાસ સુંદર વ્યવસ્થા કલર કોડ મુજબ ગોઠવવામાં આવી છે. ગુર્જન સુતાર જ્ઞાતિ રાજકોટના આ નવલા નોરતાના અર્વાચીન રાસોત્સવના આયોજન બદલ ઠેર ઠેરથી શુભકામના અને અભિનંદન આવી રહ્યા છે.

વિશ્ર્વકર્મા અર્વાચીન નવરાત્રી મહોત્સવ-૨૦૧૯ ના નવલા નોરતાના નવલા આયોજન માટે દિવસ-રાત જોયા વિના વ્યવસ્થા અને કાર્ય સંભાળી રહેલ પ્રમુખ રસિકભાઇ ડી. બદ્રકિયા, કાન્તીભાઇ તલસાણીયા, પ્રદીપ કરગથરા, અરવિંદભાઇ ત્રેટીયા, ગોરધનભાઇ પી. ચાપાનેરા, કિશોરભાઇ એમ. અંબાસણા, નટુભાઇ જે. જાદવાણી, હરિભાઇ કે. સીનરોજા, દિનેશભાઇ ઝીંઝુવાડીયા, શાંતિલાલ ડી. સાંકડેચા, હરકાંતભાઇ એ. વડગામા, હર્ષદભાઇ બકરાણીયા, નીલેશભાઇ આમરણીયા, જનકભાઇ વડગામા, રવિભાઇ કુવારદીયા, અશ્ર્વિનભાઇ આમરણીયા, દિવ્યેશ ધ્રાંગધ્રરીયા તેમજ રાજકોટ વિશ્ર્વ કર્મ કેળવણી મંડળ ગુર્જન સુતાર પ્રગતિ મંડળ ગજજર સર્વિસ ગ્રુપ: વિશ્ર્વકર્મા ધુન મંડળ, (ભાઇઓ),ગજજર સખી વૃંદ પ્રિયદર્શની ગ્રુપ, વિશ્ર્વકર્મા ધુન મંડળ(બહેનો), વિશ્ર્વકર્મા નવરાત્રી ઉત્સવ સમીતી, ગુર્જર સુતાર ક્ધયા છાત્રાલય, વિશ્ર્વકર્મા સંકટ નિવારણ અને વિઘા પ્રચારક મંડળ, વિશ્ર્વકર્મા એજયુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, વિશ્ર્વકર્મ આરતી મંડળ, વિશ્ર્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ ગુર્જર ઇન્ડ. સર્વીસીઝ કો.ઓ.સો.લી. વિરાટ ઔઘોગીક સેવા સહકારી મંડળી લી. વિગેરે તમામ સંસ્થાઓનો સઁપૂર્ણ સહયોગ સાંપડેલ છે.

ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના અઘ્યક્ષ જગુભાઇ કે ભારદીયા ઉપાઘ્યક્ષ જગદીશભાઇ સોંડાગર, મગનભાઇ બોરાણીયા, હરેશભાઇ આર. વડગામા, ભરતભાઇ ખારેચા, વગેરે ટ્રસ્ટી મંડળ સૌને વિશ્ર્વકર્મા અર્વાચીન નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ માં જોડાવા તમામ જ્ઞાતિજનોને અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.