Abtak Media Google News

દુનિયા માટે બનાવવામાં આવેલું ‘મેડ ઇન ઇન્ડિયા’ અલ્ટ્રા-લૉ ટેમ્પરેચર ફ્રીઝર્સ (-80 °Cથી ઓછું) પ્રસ્તુત કરીને ભારતના કોવિડ રસીકરણ અભિયાનમાં હાલ ઉપયોગી એના પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું

રસીનો સંગ્રહ કરવા માટે અદ્યતન ટેકનોલોજી સાથે ગોદરેજ એન્ડ બૉય્સે ભારતને આત્મનિર્ભર બનાવ્યું અને ભવિષ્યની રસીઓ માટે સજ્જ કર્યું

ભારતમાં હાલ ચાલુ કોવિડ રસીકરણ અભિયાન સાથે જોડાણ કરીને ગોદરેજ એન્ડ બૉય્સ અંતરિયાળ વિસ્તારોમાં કોવિડ રસી પહોંચાડવા માટે તૈયાર

ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે એની શરૂઆતથી ભારતને આત્મનિર્ભર બનાવવામાં પ્રદાન કર્યું છે. દેશના હેલ્થકેર માળખાનું નિર્માણ કરવાની દિશામાં એક વધુ પગલું લઈને ગોદરેજ એન્ડ બૉય્સે એના બિઝનેસ યુનિટ ગોદરેજ એપ્લાયન્સિસ દ્વારા એના અદ્યતન, ભારતમાં બનેલા મેડિકલ રેફ્રિજરેશન સોલ્યુશનો સાથે ભારતમાં હાલ ચાલુ કોવિડ રસીકરણ અભિયાનમાં જોડાણ કર્યું છે. એના મેડિકલ રેફ્રિજરેશન ઉચિત તાપમાને રસીઓને સહીસલામત રાખે છે એની અસરકારક જાળવી રાખે છે. આજે કંપનીએ એના પોર્ટફોલિયોમાં અદ્યતન અલ્ટ્રા-લૉ ટેમ્પરેચર ફ્રીઝર્સને ઉમેર્યું હતું, જેનાથી રસીની કોલ્ડ ચેઇન વધારે મજબૂત થઈ છે. આ અદ્યતન મેડિકલ ફ્રીઝર્સ જીવનરક્ષક તબીબી પુરવઠાઓને જાળવી શકે છે, જેમાં -80°Cથી ઓછા તાપમાને જાળવવાની ક્ષમતા સામેલ છે. એનો ઉદ્દેશ ભારતીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને મેડિકલ કોલ્ડ ચેઇનને પ્રોત્સાહન આપવાનો છે.

Godrej Medical Solutions Manufactured At Godrej Shirwal Plant Lr V2
ગોદરેજ વેક્સિન રેફ્રિજરેટર્સ, જેનું ઉત્પાદન એના શિરવાલ પ્લાન્ટમાં થયું છે

અત્યારે ગોદરેજ એપ્લાયન્સિસ વેક્સિન રેફ્રિજરેટર્સ સ્થાપિત કરી રહી છે, જે ભારતમાં ઓક્ટોબર, 2020માં રાષ્ટ્રીય સ્તરે શરૂ થયેલી ટેન્ડર પ્રક્રિયાના ભાગરૂપે પસંદ થયેલી તાપમાન પ્રત્યે અતિ સંવેદનશીલ કોવેક્સિન અને કોવિશીલ્ડ રસીઓનો સંગ્રહ કરીને એને 2થી 8°Cના સચોટ તાપમાને જાળવે છે. ડાઇલ્યુન્ટ્સ અને આઇસ પેક્સ માટે      -20°C તાપમાન જાળવતા મેડિકલ ફ્રીઝર્સ પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે, જેની જરૂર કોવિડ રસીકરણ અભિયાનમાં અંતરિયાળ વિસ્તારોમાં રસીઓની ડિલિવરી કરવા માટે છે. જો નિર્ધારિત તાપમાનમાં વધઘટ થાય, તો રસીઓને નુકસાન થવાનું જોખમ પેદા થાય છે, જે આરોગ્ય અને આર્થિક એમ બંને રીતે નુકસાનકારક અસર તરફ દોરી જાય છે.

આ પોર્ટફોલિયોમાં અલ્ટ્રા લૉ ટેમ્પરેચર ફ્રીઝર્સ નવો ઉમેરો છે અને mRNA આધારિત રસીઓને વિશેષ અનુકૂળ છે, જેને અત્યારે અન્ય દેશોમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે. mRNA-આધારિત કોવિડ19 રસીઓ તાપમાન પ્રત્યે અતિ સંવેદનશીલ છે તેમજ એનો સંગ્ર અતિ ઓછા કે ઠંડા તાપમાને કરવાની જરૂર છે. વાતાવરણમાં અન્ય પરમાણુઓથી mRNAને નાશ થવાનું સતત જોખમ છે. રસીઓના ઉત્પાદકો કૃત્રિમ mRNAમાં રાસાયણિક ફેરફારો કરે છે અને એને સુરક્ષિત સ્તરમાં જાળવે છે, છતાં તેમને રસીઓનો બગાડ અટકાવવા માટે એનો સંગ્રહ -80°Cથી ઓછા તાપમાને કરવાની જરૂર પડશે. જો આ રસીઓ બગડે છે, તો એની સીધી અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર થાય છે. કોલ્ડ ચેઇન સાથે સંબંધિત લોજિસ્ટિકલ સમસ્યાઓને કારણે રસીકરણની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો બગાડ કે બિનઅસરકારકતાને ટાળવી પડશે.

ગોદરેજ અલ્ટ્રા લૉ ટેમ્પરેચર ફ્રીઝર ગોદરેજ અલ્ટ્રા લૉ ટેમ્પરેચર ફ્રીઝરની કામગીરીનો સિદ્ધાંત કેસ્કેડિંગ સિસ્ટમ છે, જે પ્રાઇમરી (પ્રાથમિક) અને સેકન્ડરી (ગૌણ) વ્યવસ્થા વચ્ચે હીટ વિનિમયકર્તા તરીકે PHE (પ્લેટ હીટ એક્સચેન્જર) છે. એનાથી સેકન્ડરી સિસ્ટમનું દબાણ ઘટશે, જે તાપમાનમાં ઘટાડા તરફ દોરી જાય છે. ઉપરાંત ગોદરેજ અલ્ટ્રા લૉ ટેમ્પરેચર ફ્રીઝર્સ એલાર્મ્સ સાથે ઇનબિલ્ટ સેફ્ટી સિસ્ટમ્સ ધરાવે છે, જેનો ઉદ્દેશ વધારે દબાણ પેદા થવાના કિસ્સામાં સેકન્ડરી કમ્પ્રેસ્સરનું રક્ષણ કરવાનો છે. એની ખાસિયતો છે – (એ) તાપમાનમાં વધઘટ ટાળવામાં મદદરૂપ થવા 2 સ્ટેપ સીલિંગ અને ઇન્ટરનલ સેપરેટ દરવાજાઓ અને (બી) લાંબા સમય સુધી ચાલે એ માટે, કામગીરી દરમિયાન યુનિટની સંપૂર્ણ કાર્યદક્ષતા વધારવા સેકન્ડરી સિસ્ટમ માટે ઓઇલ રિકવરી. ઉપરાંત પ્રવાહી CO2 અથવા પ્રવાહી NO2 જેવી બેક-અપ સિસ્ટમ્સ પાવર આઉટેજ કે સિસ્ટમ ફેઇલ્યરના કિસ્સામાં 48 કલાકથી વધારે ગાળા માટે તાપમાનને સ્થિર જાળવીને સંગ્રહ કરેલા સ્ટોકની સલામતી સુનિશ્ચિત કરે છે.

અલ્ટ્રા લૉ ટેમ્પરેચર ફ્રીઝર્સની હાલની ક્ષમતા દર વર્ષે 12,000 યુનિટની છે. આ પ્રકારની યુનિટની આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી માગને પૂર્ણ કરવા ગોદરેજ એની ઉત્પાદન ક્ષમતા વધારીને દર વર્ષે 30,000 યુનિટની કરવા કાર્યરત છે.

ગોદરેજ એપ્લાયન્સિસ અંતરિયાળ વિસ્તારો સુધી રસીને પહોંચાડવાના આગામી તબક્કામાં મદદરૂપ થવા અન્ય માર્ગો પણ ચકાસી રહી છે. કંપનીએ ગ્રામીણ મહારાષ્ટ્રમાં એક મોબાઇલ ક્લિનિકનો પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડ્યો છે, જેમાં ત્રણ દિવસ માટે વીજળીના સ્ત્રોત સાથે જોડાણ વિના વેક્સિન રેફ્રિજરેટર સાથે સજ્જ એમ્બ્યુલન્સ દોડી હતી. દર 2 કલાકે તાપમાન પર નજર રાખવામાં આવતી હતી અને તાપમાન સાથે સંબંધિત જરૂરી નીતિનિયમોનું પાલન થયું હતું. ભારતમાં રસીકરણની ઝડપ વધવાની સાથે વધારે ઝડપથી અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારના રેફ્રિજરેટર સ્થાપિત કરવા સફળતા માટે ચાવીરૂપ બની શકે છે.

ગોદરેજ એન્ડ બૉય્સ એના તબીબી ઉપકરણો – હોસ્પિટલ બેડ એક્ચ્યુએટર્સ અને વેન્ટિલેટર્સ માટે ઇલેક્ટ્રો-મેગ્નેટિક વાલ્વ, અથવા ડિસઇન્ફેક્ટન્ટ ઉપકરણો દ્વારા એની વિવિધ ઓફરો દ્વારા રોગચાળાના મુશ્કેલ સ્થિતિસંજોગોમાં દેશની સેવા કરવા પ્રતિબદ્ધ છે, જેનો ઉદ્દેશ નાગરિકોને ઘરે સલામત રાખવાનો છે, અથવા કાર્યસ્થળે લોકોની સલામતી જાળવવા ઓફિસમાં સોશિયલ ડિસન્ટસિંગ સ્થાપિત ક રવાનો છે. કંપનીને દેશની સાથે દુનિયાને અતિ જરૂરિયાતના સમયમાં ભારતમાં બનેલા મેડિકલ રેફ્રિજરેટર્સ, ફ્રીઝર્સ અને અલ્ટ્રા-લૉ ટેમ્પરેચર ફ્રીઝર્સ પ્રદાન કરવા બદલ ગર્વ છે.

આ વિશે ગોદરેજ એન્ડ બૉય્સ મેનુફેક્ચરિંગ કંપની લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જમશેદ ગોદરેજે કહ્યું હતું કે, “દેશને રોગચાળાના વધારે પ્રસારમાંથી મુક્તિ અપાવવા માટે વિડ-19 રસીકરણ અભિયાનની વધારે વિસ્તારોમાં પહોંચ અને રસીકરણ અભિયાનની આગેકૂચ ચાવીરૂપ બનશે. અત્યારે દુનિયાભરના દેશોએ કોવિડ-19 રસીકરણના અસરકારક કાર્યક્રમો હાથ ધર્યા છે. એમાં મુખ્ય પડકારો પૈકીનો એક પડકાર છે – કોલ્ડ ચેઇનના અપર્યાપ્ત ઉપકરણ, જે રસીઓની બિનઅસરકારકતા તરફ દોરી શકે છે અને માનવીય સ્વાસ્થ્યને માઠી અસર કરી શકે છે. રેફ્રિજરેશન ટેકનોલોજીમાં ગોદરેજની દાયકાના અનુભવ અને કુશળતા સાથે બ્રાન્ડ રસીઓ અને જીવનરક્ષણ પુરવઠાઓ માટે કોલ્ડ સ્ટોરેજના અદ્યતન સમાધાનો પ્રસ્તુત કરે છે, જે દુનિયાભરની સરકારોને કોવિડ-19 સામે તેમની લડાઈમાં મદદરૂપ થઈ શકે છે. જ્યારે રસી માટે કોલ્ડ ચેઇનની માળખાગત સુવિધાની વાત આવે છે, ત્યારે રોગચાળાએ ભવિષ્ય માટે સજ્જ થવાની તાતી જરૂરિયાત દર્શાવી છે. એક ગ્રૂપ તરીકે અમે નવી ટેકનલોજીઓ મેળવવા સતત પરિવર્તન કરી રહ્યાં છીએ અને દેશને આત્મનિર્ભર બનાવવા અમે પાર્ટનર તરીકે કામ કરી રહ્યાં છીએ. અલ્ટ્રા લૉ ટેમ્પરેચર ફ્રીઝર્સની અમારી લેટેસ્ટ ઓફર ભારતને ભવિષ્યની રસીઓ માટે વધારે સજ્જ બનાવવામાં મદદરૂપ થશે. આ પ્રયાસ દુનિયા માટે આપણા મેડ ઇન ઇન્ડિયાના મંત્રને જીવંત કરશે.”

Mr. Kamal Nandi, Business Head, Evp, Godrej Appliances And President, Ce...
Mr. Kamal Nandi, Business head, EVP, Godrej Appliances and President, CE…

ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી કમલ નાંદીએ કહ્યું હતું કે, “અમને ખુશી છે કે, અમે ભારતમાં અતિ મહત્ત્વપૂર્ણ સમયે રસીની મજબૂત કોલ્ડ ચેઇન ઊભી કરવામાં અમારી રેફ્રિજરેશન કુશળતાનો ઉપયોગ કરી શક્યાં છીએ. અમારા મેડિકલ રેફ્રિજરેટર્સ અને મેડિકલ ફ્રીઝર્સ અનુક્રમે 2°C- 8°C અને -20°Cના અતિ સચોટ તાપમાન પ્રદાન કરે છે, જે ભારતમાં અત્યારે રસી આપવા માટે જરૂરી છે. હવે -80°Cથી ઓછું તાપમાન પ્રદાન કરી શકે એવા અમારા નવા અદ્યતન અલ્ટ્રા-લૉ ટેમ્પરેચર ફ્રીઝર્સની રેન્જ સાથે ભારત દુનિયાભરમાં વિતરણ થયેલી કોવિડ-19ની અન્ય રસીનો સંગ્રહ કરવા માટેનું તૈયાર સમાધાન ધરાવશે. અમે હેલ્થકેર કોલ્ડ ચેઇનને મજબૂત બનાવવા વિવિધ પક્ષો સાથે જોડાણ કર્યું છે અને એનો ઉદ્દેશ કોવિડ-19 રસીકરણના આગામી તબક્કામાં અન્ય સંભવિત રસીઓને ગ્રામીણ વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી મોબાઇલ ક્લિનિક્સ દ્વારા પહોંચાડવા જેવા પડકારો ઝીલવામાં મદદ કરવાનો છે.”

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.