Abtak Media Google News

રાજકોટ શહેરમાં રવિવારનો દિવસ ગોજારો બન્યો હતો શહેરમાં ત્રણ અલગ અલગ સ્થળે માર્ગ અકસ્માતમાં યુવાન સહિત ત્રણ કાળનો કોળ્યો બન્યા છે. જેમાં મવડી પ્લોટ પાસે આવેલા આનંદ બંગલા ચોક પાસે ટ્રકે બાઈક ચાલકને હડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયું છે. જયારે બીજા બનાવમાં રાષ્ટ્રીય શાળા નજીક રહેતા વૃધ્ધ ચાલીને ઘર પાસે આવતા હતા તેસમયે કોઈ અજાણ્યા વાહન ચાલક તેમને ઠોકરે મારતા ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવારમાં મોત નિપજયું છે. અને ત્રીજા બનાવમાં માર્કેટીંગ યાર્ડ નજીક આરટીઓ પાસે કોઈ અજાણ્યા વાહને યુવાને હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પ્રથમ બનાવમાં ઢેબર રોડ પર નારાયણનગરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા જીવરાજભાઈ ભદાભાઈ પટ્ટણી પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે આનંદ બંગલા ચોક પાસે ટ્રકે હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયું હતુ. બનાવથી ટ્રાફીક જામ સર્જાયા હતો. અકસ્માત કરી નાસી જતા ટ્રક ચાલકને લોકોએ પીછો કરીને દબોચી તેને માલવીયા પોલીસ હવાલે કર્યો છે.

રાષ્ટ્રીય શાળા પાસે રહેતા ભીમજીભાઈ બાધાભાઈ રાઠોડ નામના 65 વર્ષિય વૃધ્ધ રવિવારે તેમના ઘર પાસે પગપાળા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને પુર ઝડપે આવતા તેમને ઠોકરે લેતા તેમને ગંભીર રીતે ઈજા પહોચી હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પણ ત્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતુ બનાવનાં પગલે એ ડીવીઝન પોલીસે અજાણ્યો વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માર્કેટીંગ યાર્ડ નજીક આવેલા આરટીઓ ઓફીસ પાસે રાત્રીનાં સમયે કોઈ અજાણ્યા વાહને યુવાનને ઠોકરે લેતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજયું છે. બનાવની જાણ બી ડીવીઝન પોલીસ મથકનાં પીએસઆઈ કોડીયાતર સહિતના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી યુવાનની ઓળ મેળવવા અને અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ કરવા તજવીજતા બતાવી છે. અને વધુ કાર્યવાહી હાથ ધરી છે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.