- દેશમાં સોનાનો ભાવ રૂ. 99400 એ આંબ્યો: સેન્સેકસે 79 હજાર અને નિફટીએ ર4 હજારની સપાટી કુદાવી
રોકાણ માટે સદાકાળ શ્રેષ્ઠ રહેલું સોનું હવે એક લાખની સપાટી કુદાવવા તરફ આગળ વધી રહ્યું છે. આજે દેશમાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ રૂ. 99400 એ પહોંચી જવા પામ્યા હતા. આજે ગમે ત્યારે સોનાના ભાવ રૂ. 1 લાખ ને પાર થઇ થવાની સંભાવના છે. બીજી તરફ આજે ઉઘડતા સપ્તાહે શેરબજારમાં પણ તેજી જોવા મળી હતી. આજે ઉઘડતી બજારે સેન્સેકસે 79000 અને નિફટીએ ર4 હજારની સપાટી કુદાવી હતી. છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં સતત વધારો નોંધાય રહ્યો છે. આજે પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ રૂ. 99400 એ પહોંચી જવા પામ્યા છે. આજે ગમે ત્યારે સોનાના ભાવ 1 લાખનો પાર થઇ જવાની પુરેપુરી શકયતા દેખાય રહી છે. બુલીયન બજારની સાથે શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે.
આજે ઉઘડતી બજારે સેન્સેકસે 79 હજારની સપાટી ઓળંગી હતી અને ઇન્ફાડેમાં 79260.64 ની સપાટી હાંસલ કરી હતી. જયારે નીચલી સપાટી 78776.06 રહેવા પામી હતી. નીફટીએ ર4 હજારની સપાટી કુદાવી હતી. અને ઇન્ફાડેમાં 24060.30 ની સપાટી હાંસલ કરી હતી. બેન્ક નિફટીમાં પણ 975 થી વધુ પોઇન્ટનો અને નિફટી મીડકેપ-100 માં
825 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ 676 પોઇન્ટના ઉછાળા સાથે 79208 અને નિફટી 199 પોઇન્ટના ઉછાળા સાથે 24050 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. શેરબજાર અને બુલીયન બજારમાં એક સાથે તેજી હોય તેવું કયારેય જ જોવા મળતું હોય છે પરંતુ ટેરિફ વોર બાદ બન્ને બજારો તેમના માર્ગ ચાલી રહ્યા છે.