- 36 જ દિવસમાં ભાવમાં અધધધ રૂ.8161નો વધારો નોંધાયો, આ વર્ષે ભાવ રૂ.90 હજાર સુધી જઈ શકે તેવું નિષ્ણાંતોનું અનુમાન
આજે સતત ત્રીજા દિવસે એટલે કે 5 ફેબ્રુઆરીએ સોનું ઓલ ટાઇમ હાઈ પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,313 રૂપિયા વધીને 86,975 રૂપિયા થયો છે. ગઈકાલે એટલે કે 4 ફેબ્રુઆરીએ, સોનું 83,010 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઓલ ટાઈમ હાઈ સ્તરે હતું. સોનાના ભાવમાં આજે એકવાર ફરી તેજી જોવા મળી રહી છે. લગ્નની સીઝન વચ્ચે સોનાના ભાવ આજે નવી ઊંચાઈએ પહોંચી ગયા છે, જ્યાં જીએસટી વિના 24 કેરેટ સોનું 84,323 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે. મંગળવારે બંધ થયેલા 83,010 રૂપિયાની સરખામણીએ આજે 1,313 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં, 23 કેરેટ સોનાનો ભાવ પણ 1,307 રૂપિયા વધીને 83,985 રૂપિયા થયો છે. સોનાની જેમ આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે, જેમાં ચાંદી પ્રતિ કિલો 1,628 રૂપિયાનો વધારો થયો છે. આજે ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. તે 1,628 રૂપિયા મોંઘુ થઈને 95,421 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. અગાઉ ચાંદીનો ભાવ 93,73 રૂપિયા પ્રતિ કિલો હતો. 23 ઓક્ટોબર 2024 ના રોજ ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ હતી, જ્યારે તે પ્રતિ કિલો રૂ. 99,151 પર પહોંચી ગઈ હતી. બીજી તરફ, ચીન-યુએસ ટેરિફ યુદ્ધ વચ્ચે સલામત રોકાણ વિકલ્પ તરીકે માંગમાં વધારો થવાને કારણે વૈશ્વિક સ્તરે સોનું પણ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે. સત્રની શરૂઆતમાં 2,848.94 ડોલરનીની રેકોર્ડ ઊંચી સપાટીને સ્પર્શ્યા પછી, સ્પોટ ગોલ્ડનો ભાવ 0.2 ટકા વધીને 2,847.33 ડોલર થયો. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 2,876.10 ડોલર પર સ્થિર રહ્યો. ટ્રમ્પની ટેરિફ નીતિઓ, ડોલરની ચાલ અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરની ચાલ સોનાના ભાવમાં આગળ વધવા માટે મુખ્ય ટ્રિગર્સ રહેશે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના કોમોડિટી રિસર્ચ વિશ્લેષક માનવ મોદીએ જણાવ્યું હતું કે, “ટ્રમ્પની નીતિઓ માત્ર અનિશ્ચિતતાને જ નહીં, પણ મોંઘવારીના જોખમોને પણ વધારી રહી છે, જેના કારણે સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે
એમસીએક્સ ખાતે સોનું રૂ. 753 ઉછળી રૂ. 84550 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી વાયદો રૂ. 577 ઉછળી રૂ. 96286 પ્રતિ કિગ્રા પર ટ્રેડ થઈ રહ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બનતાં જ ચીન અને અમેરિકા વચ્ચે ફરી ટ્રેડવોર શરૂ થયું છે.
જેના પગલે વૈશ્વિક સ્તરે પણ સ્પોટ ગોલ્ડ 2853.97 ડોલર પ્રતિ ઔંશની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. ગોલ્ડ ફ્યુચર્સ પણ 2879.70 ડોલર પ્રતિ ઔંશ નોંધાયું હતું. અગાઉ ટ્રમ્પે વિશ્વની બે ટોચની ઈકોનોમી વચ્ચે સર્જાયેલા વેપાર તણાવો દૂર કરવાં ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી. પરંતું બાદમાં તેમણે નિવેદન આપ્યું કે, તેમને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવાની કોઈ ઉતાવળ નથી.
ચાંદીના ભાવમાં પણ ઉછાળો
આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ચાંદી ગઈકાલે રૂ. 93500 પ્રતિ કિગ્રા થઈ હતી. જે આજે ઉછળી 94000નું લેવલ ક્રોસ કરવાની તૈયારીમાં છે. અમદાવાદમાં અગાઉ ઓક્ટોબર માસમાં ચાંદી રેકોર્ડ એક લાખ પ્રતિ કિગ્રાનું ઓલટાઈમ હાઈ લેવલ વટાવી ગઈ હતી. દિલ્હીમાં આજે ચાંદી રુ. 1628 વધી 95421 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ઉલ્લેખનીય છે, રાજ્યવાર સોના-ચાંદીના ભાવ અલગ-અલગ હોય છે.