Abtak Media Google News

તહેવારો અને લગ્નપ્રસંગની સીઝનના કારણે માંગ વધતા સોના-ચાંદીના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો

કોરોના મહામારી અને મંદીના માહોલ વચ્ચે પણ સોનાની ‘ચમક’ બરકરાર રહી છે. તહેવારોની સીઝને સોના-ચાંદીના ચળકાટમાં ચાર ચાંદ લગાવી દીધા છે. દશેરાના મુહુર્તે ગુજરાત રાજયમાં એક જ દિવસમાં ૧૦૦ કરોડનું સોનું ખરીદાયું છે. અમદાવાદના જવેલરી એસોસિએશને જણાવ્યું છે કે, રવિવારે એક જ દિવસમાં ર૦૦ કિલો સોનાનો વેપાર થયો હતો.

ઉલ્લેખનીય છે કે ગત થોડા સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. જો કે, તહેવારોની સીઝનમાં માંગમાં વધારો થતા વેપારમાં પણ નોંધપાત્રો ઉછાળો જોવા મળ્યો છે. આ અંગે એસોસીએશનને વધુ જણાવતાં કહ્યું કે, સોના-ચાંદીના વેચાણમાં વધારો તો થયો છે પણ સરેરાશ વેચાણ ૬૦ ટકા એ જ નોંધાયું છે. સોનાના દસ ગ્રામનો ભાવ ૫૨,૭૦૦ જયારે ચાંદીનો કિલો ગ્રામ ભાવ ૬૩,૫૦૦ રહ્યો છે. છેલ્લા થોડા સમયના ઉતાર-ચઢાવ બાદ સોના-ચાંદીના ભાવમાં હવે સ્થિરતા જોવા મળી છે. જેના કારણે જ માંગમાં વધારો થયો છે.

એસોસિએશનના ડાયરેકટર હરેશ આચાર્યએ કહ્યું કે, આશા કરતાં દશેરાના દિવસે અનેક ગીતો વધુ કારોબાર નોંધાયો છે. જો કે, ગયા વર્ષે દશેરાના દિવસના વેચાણ કરતાં આ વખતે ૬૦ટકા ઓછું રહ્યું છે. આવનારા દિવસોમાં તહેવાર તેમ જ લગ્નપ્રસંગની સીઝનને લઇ સોના-ચાંદીની માંગમાં હજુ વધુ વધારો થાય તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

જવેલર્સોએ આ અંગે જણાવ્યું કે, લગ્ન પ્રસં માટેની જવેલરીમાં વધુ વેચાણ થયું છે. આગામી સીઝનને ઘ્યાને રાખી ડીસ્કાઉન્ટસ પણ રાખવામાં આવ્યો છે. જે પણ વેચાણ વધારા પાછળનું એક કારણ છે. શહેરીની સાથે સાથે હાલ, ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ સોના-ચાંદીનાના દાગીનાની માંગ વધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.