Abtak Media Google News

જિલ્લામાં 30થી વધુ આંગણવાડી કેન્દ્રો કરાયા રીનોવેટ: 100આંગણવાડીનો લક્ષ્યાંક

રાજકોટ જિલ્લાના આંગણવાડી ના બાળકોને શિક્ષણ માટે આકર્ષિત બનાવવા હેતુસર જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા દ્વારા સોનેરી બાળપણ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી માં 30 થી વધુ આંગણવાડી કેન્દ્ર રીનોવેટ થઈ ચૂકી છે. આ આંગણવાડી બિલ્ડિંગ માં BALA ટેકનિક ( BUILDING AS LEARNING AID)નો પ્રયોગ કરીને એવી રીતે બનાવવામાં આવી છે કે જેનાથી બાળકોને ઘણું બધું શિખવા માટે મળશે. આ પ્રોજેક્ટ હેઠળ જ જિલ્લામાં 70 જેટલી સ્માર્ટ આંગણવાડી પણ બનાવાવમાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ અબતકને ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું.

 

રાજકોટ જિલ્લામાં લગભગ દરેક ગામ વિસ્તારમાં બાળકો નાનપણથી જ શાળાઓ પ્રત્યે રુચિ કેળવે અને બાળપણથી જ પાયાનું શિક્ષણ લેતું થાય તેવા ઉમદા હેતુ સર આંગવાડીઓ કાર્યાન્વિત છે જ. આમાંની ઘણી આંગણવાડીઓને પ્રોજેકટ હેઠળ સ્માર્ટ આંગણવાડી બનાવી વધુમાં વધુ આંગણવાડીઓના બિલ્ડીંગો સુવિધા સભર અને આકર્ષિત બને એવા જિલ્લા પંચાયતની આઇસીડીએસ વિભાગ દ્વારા કાર્યવાહી થઈ રહી છે. જિલ્લામાં વધુને વધુ આંગણવાડીઓ સ્માર્ટ બને એ દિશામાં કાર્યવાહી ઝડપી અને સુચારુ બનશે એમ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.

30થી વધુ આંગણવાડી કેન્દ્ર રીનોવેટ થઈ ચૂકી છે

18

જિલ્લામાં વધુને વધુ આંગણવાડીઓ આ પ્રોજેકટ હેઠળ સ્માર્ટ આંગણવાડી બને એ દિશામાં રાજકોટ જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિ આઇસીડીએસ વિભાગ કાર્યાન્વિત છે.

જિલ્લામાં હાલ આ પ્રોજેકટ હેઠળ 30 જેટલી આંગણવાડી નિર્માણ થઇ ચુકી છે તેમ  રાજકોટ જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ સુમિતાબેન રાજેશભાઇ ચાવડા (પ્રતિનિધિ રાજેશભાઇ ચાવડા)એ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.