આવતીકાલથી શરૂ થતી ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં નાવોદિતો માટે સોનેરી તક

રાહુલના બદલે સૂર્યકુમાર યાદવને ટિમમાં સમાવેશ

ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટી20 સિરીઝ  જીત્યા બાદ બર  ટેસ્ટ મેચ સીરીઝ આવતીકાલ એટલે 25 તારીખ થી શરૂ થઈ રહી છે. ત્યારે આ ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે એટલું જ નહીં તેમનું સુકાનીપદ રહાણે ને સોંપવામાં આવ્યું છે.

પરંતુ આ ટેસ્ટ સીરીઝ પૂર્વે કે રાહુલ ને આયુ ખેંચાતા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. ના સ્થાને વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુવારથી પ્રથમ ટેસ્ટ કાનપુર ખાતે રમાશે. જેમાં બંને ટેસ્ટ મેચમાં રાહુલના બદલે સૂર્યકુમાર યાદવ સ્થાન લેશે. એવીજ રીતે આ ટેસ્ટ સિરીઝમાં નાવોદીતોને તક આપવામાં આવશે. જેથી તેમનું કૌશલ્ય પણ નિખારી શકાય અને આવનારા સમય માટે તેઓને તૈયાર પણ કરી શકાય.

બીજી તરફ ભારતીય ટીમ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટીમમાં ઓર્ડર બેટ્સમેન તરીકે કોને રમાડવામાં આવશે તેમાં સૂર્ય કુમાર યાદવ અથવા શ્રેયસ ઐયર નું નામ સામે આવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ તેના મિડલ ઓર્ડર ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને આ ક્રમમાં બેટિંગ કરવા આવતા બેટ્સમેનો ને વધુ કળા ઉજાગર થાય તે દિશામાં ટિમ કાર્યરત રહેશે.