ગોલ્ફના “ટાઈગર”ને નડ્યો અકસ્માત: લાંબા સમય સુધી રમી ન શકે તેવી ભીતિ

પગના ભાગે અનેક ફ્રેક્ચર થયાના અહેવાલ:લાંબા સમય સુધી રમી ન શકે તેવી ભીતિ

અમેરિકાના લોસ એન્જલસમાં મંગળવારે વિશ્વના સૌથી મોટા ગોલ્ફર ટાઇગર વુડ્સ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા.અકસ્માતમાં વુડ્સને વ્યાપક ઇજાઓ પહોંચી હતી. અકસ્માત પછી તરત જ તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.  વુડ્સના એજન્ટે કહ્યું કે તેના પગના વિવિધ ભાગોમાં ફ્રેક્ચર છે.

લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ વિભાગે અહેવાલ આપ્યો છે કે, દુર્ઘટના પછી વુડ્સને કારમાંથી બહાર કાઢવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી.  તેની કારને પણ ખરાબ નુકસાન થયું છે.  અકસ્માત સમયે ટાઇગર વુડ્સ કારમાં એકલા હતા.

એવું જાણવા મળી રહ્યું છે કે, વુડસ વધુ ઝડપે કાર ચલાવતો હતો.  આ દરમિયાન કાર અનિયંત્રિત ડિવાઇડર સાથે ટકરાઈ હતી અને ખરાબ રીતે નુકસાન થયું હતું.  નોંધપાત્ર વાત એ છે કે, ટાઇગર વુડ્સની ગણના અત્યાર સુધીના વિશ્વના શ્રેષ્ઠ ગોલ્ફરોમાં થાય છે.  તેણે ૧૫ મોટી ગોલ્ફ ચેમ્પિયનશીપ જીતી છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ટાઇગર વુડ્સની વહેલી તંદુરસ્તી માટે પ્રાર્થના કરી છે.  તેમણે બુધવારે ટ્વિટ કરી વુડસ વિશ્વના સૌથી શ્રેષ્ઠ ગોલ્ફરો પૈકી એક છે.