ગોંડલ: ખાંડાધારની સગીરા ઉપર દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ

શ્રમિક પરિવારની સગીર પુત્રીનું અપહરણ કરી હવસનો શિકાર બનાવી ‘તી

પોકસો અદાલતે વધુ એક વખત ઐતિહાસીક ચૂકાદો  આપ્યો

અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ

ગોંડલ તાલુકા ના ખાંડાધાર ગામે ખેતમજુરી કરતા મુળ મધ્યપ્રદેશ ના શખ્સ ને સગીરા પર દુષ્કર્મ કરવા અંગે પોસકો અદાલતે વીસ વર્ષ ની કેદ ની સજા ફટકારી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને  ખાંડાધાર ગામે  ખેત મજુરી કરતા  શ્રમિક પરિવારની સગીર પુત્રીને   લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ અવાર નવાર બળજબરીપુર્વક શારીરીક સબંધ બાંધ્યા હતા.બનાવ અંગે સગીરા ના પિતાને   જાણ થતાં તેમણે  રાકેશ ઈન્દ્રસીંગ ડામોર  વિરુધ્ધ ભારતીય દંડ સંહીતાની કલમ 363, 366, 376 (2)(એ)તથા પોકસો એકટની કલમ 6 મુજબનો ગુન્હો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો હતો. બનાવ બાદ પોલીસે આરોપી રાકેશ ઈન્દ્રસીંગ ડામોર ની ધરપકડ કરી  ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ  ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે ડોબરીયા દવારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકાર તરફે કુલ 7 સાક્ષીઓને તપાસવામાં આવેલ હતા. આ કેસના મૌખીકપુરાવા અને લેખીત પુરાવાની હકીકતને તેમજ સરકારી વકીલ ડોબરીયાની ધારદાર

દલીલો ને લક્ષમાં રાખી  એડીશન્લ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.આર.ભટ્ટે  (સ્પેશયલ જજ પોકસો કોર્ટ) આ કામના આરોપી રાકેશ ઈન્દ્રસીગ ડામોર – વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે