ગોંડલ: સુમરા સોસાયટીમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ગોંડલ સુમરા સોસાયટી માં વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો હોય સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પેટી પલંગ માંથી વિદેશી દારૂની 72 બોટલ કિંમત રૂ 27720 નો મુદ્દામાલ પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ સિટી પીએસઆઈ ડી પી ઝાલા, જયદીપસિંહ ચૌહાણ દિવ્યરાજસિંહ જાડેજા સહિતનાઓએ બાતમીના આધારે સુમરા સોસાયટી મસ્જિદ વાળી શેરીમાં સાહિલ હનીફભાઇ પીરજાદા ઉંમર વર્ષ 22 ના રહેણાંક મકાન પર દરોડો પાડી પેટી પલંગ માં છુપાવીને રાખવામાં આવે વિદેશી દારૂની 72 બોટલ કિંમત રૂપિયા 27700 ની પકડી પાડી ઉપરોક્ત આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વસાહત જામવાળી જીઆઇડીસી, ભગવતપરા, વોરાકોટડા રોડ, ગંજીવાડા રોડ, નાની મોટી બજાર તેમજ આશાપુરા રોડ સહિત વિવિધ વિસ્તારોમાં શાકભાજીની માફક વિદેશી દારૂનો વેપલો થઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હોય પોલીસ દ્વારા આવા વિસ્તારોમાં પણ દરોડો પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.