Abtak Media Google News

પોલીસે મનુષ્ય સાપરધ વધનો ગુંનો નોંધ્યો

ગોંડલ શહેરના જેતપુર રોડ પર સાંઢિયા પુલ નજીક રેલવે ફાટકે સોમનાથ જબલપુર એક્સપ્રેસ ટ્રેન અડફેટે કાર ચડી જતા આશાસ્પદ યુવાનનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું અકસ્માતમાં અડધો કિલોમીટર કાર ઢસડાઈ જતા કાગળની માફક પડીકું વળી ગઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને જામવાડી જીઆઇડીસીમાં ટીનિંગ મિલમાં નોકરી કરતા સંજયભાઈ ટીલાળા બપોરના સુમારે જીજે૦૩ એસ.આર ૫૫૮૩ કાર લઈ પસાર થઇ રહ્યા હતા ત્યારે ફાટક ખુલ્લુ હોય રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે સોમનાથ જબલપુર ટ્રેન આવી ચડતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અને કાર કાગળની મફલ પડીકું વળી જવા પામી હતી જેમાં સંજયભાઈ ટીલાળા નું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા સોમનાથ જબલપુર ટ્રેન ધસમસતી આવી રહી હોવાની જાણ ફાટકના ગેટમેન હરસુખ રવજીભાઇ સાવલિયા ને હોવા છતાં પણ ફાટક બંધ ન કરતા તેની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો, રેલવે પોલીસ અને સિટી પોલીસના પી એસ આઈ બી એલ ઝાલાએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ફાટક ના ગેટ મેન હરસુખ સાવલિયા વિરુદ્ધ શાભ ૩૦૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સંજયભાઈ ટીલાળા બે ભાઈઓમાં નાના હતા અને ટીનિંગ મિલ માં કામ કરી કર ગુજરાન ચલાવતા હતા.

અકસ્માતનાં પડઘા: કમિશનર ઓફ રેલ્વે સેફટી ઇન્કવાયરી શરૂ

ગોંડલનાં સાંઢીયાપુલ નજીક ફાટક પાસે સોમનાથ થી જબલપુર જઇ રહેલી ટ્રેન હડફેટે કાર ચાલકનાં થયેલાં મોતની ઘટનાના રેલ્વે તંત્રમાં ઘેરાં પ્રત્યાઘાત પડયા છે.બનાવનાં પગલે રાજકોટ,ભાવનગર થી ડીઆર એમ ગોંડલ દોડી જઇ અકસ્માતની વિગતો મેળવી રેલ્વે બોડઁને જાણ કરતાં કમિશનર ઑફ રેલ્વે સેફટી આર.કે શર્મા આજે  તા.૨૩ તથાં તા.૨૪ બે દિવસ માટે રાજકોટ ડીવીઝન ઓફીસ કોઠી કંમ્પાઉન્ડ ખાતે આવી ઇન્ક્વાયરી કરનારાં છે.

તંત્રની બેદરકારીથી નિર્દોષ માનવ જીંદગી હોમાઇ

જેતપુર રોડ રેલવે ટ્રેકની ઉપર સાંઢિયા પુલ નું કામ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યું હોય સાંઢિયા પુલ ની પાસે જ રોડ પર ફાટક કરી ડાયવર્ઝન અપાયું હોય ગાડા માર્ગ ના કારણે વાહનચાલકોને રોજિંદા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય આજે આ મુશ્કેલીમાં વધુ એક માનવ જિંદગી તંત્રના પાપે હોમાઈ જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.