ગોંડલ: મકાનનો સ્લેબ ભરતી વેળાએ પટકાતા યુવાનનું મોત

ગોંડલમાં ભગવતપરા વિસ્તારમાં રહેતા અને મકાન બાંધકામના કામકાજ કરતા યુવાનનું સ્લેબ ભરતી વેળાએ નીચે પટકાતા મોત નિપજ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં ભગવત પરા વિસ્તારમાં રહેતા અને મકાન બાંધકામ કામકાજ કરતા મનોજભાઈ ભનુભાઈ મેર નામનો 30 વર્ષનો યુવાન મહાદેવ વાળીમાં આવેલા વિનુભાઈના મકાનમાં કામ કરતો હતો તે દરમિયાન પહેલા માળે પાઇપ ફિટિંગનું કામ કરતી વેળાએ મનોજભાઈ ઉપરથી નીચે પટકાયા હતા. જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરતા તેમનું ચાલુ સારવારમાં મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ મથકનો દાખલો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો જ્યાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.