Abtak Media Google News

જળ પ્રલય, ધરતીકંપ, આગજની સહિત વિવિધ આફતથી લોકોને બચાવ કેવી રીતે કરવો જ્ઞાન અપાયું

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા શાળા કોલેજોમાં એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા જળ પ્રલય, ધરતીકંપ, આગજની સહીત વિવિધ આફત સમયે લોકોનો બચાવ કેવી રીતે કરી શકાય તે બાબતે જન – જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગોંડલની  કે.બી. બેરા કન્યા વિદ્યાલય ખાતે  એન.ડી. આર.એફ. રાજકોટ ટીમ દ્વારા નિદર્શન તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોલેજના છત્રોએ ભાગ લીધો હતો.વી.વી. પ્રસન્ના સિક્સ બટાલિયન કમાન્ડમેન્ટ એન.ડી.આર.એફ. ના ઇન્સ્પેકટર  ભરતકુમાર મૌર્ય તેમજ ટીમ દ્વારા છાત્રોને વિવિધ સાધન સરંજામ સાથે ફ્લડ, ધરતીકંપ, સી.પી.આર. પ્રાથમિક સારવાર સહિતની બચાવની કામગીરી તેમજ આગજની બનાવમાં ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ સહીતનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ટીમ દ્વારા કોરોના મહામારી અનુસંધાને કોરોનાથી બચવા અને તેનો ફેલાવો અટકાવવા પણ માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ તકે પ્રિન્સિપાલ વિપીનકુમાર માકડીયા, નાયબ મામલતદાર શક્તિસિંહ ગોહિલ  તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.