Abtak Media Google News

ગોંડલ તાલુકા પંચાયતના માજી સદસ્ય અને તેના મિત્રને સારવાર માટે રાજકોટ ખસેડાયા

અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ગત રાત્રીના રાજકોટ થી ગોંડલ તરફ આવી રહેલ તાલુકા પંચાયતના માજી સદસ્યની કાર બેકાબૂ બની ડિવાઈડર ટપી હોટલ માં ઘુસી જતાં સર્જાયેલ અકસ્માતમાં માજી સદસ્ય અને તેના મિત્ર ને  ઇજા થતા પ્રાથમિક સારવાર ગોંડલ આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પંચાયતના માજી સદસ્ય વાછરા ગામના રહેવાસી રાજેશભાઈ જેઠાણી અને દડવા ગામના જગાભાઈ ભરવાડ ગુરુવાર રાત્રિના નવ કલાકે રાજકોટ થી ગોંડલ તરફ લષ3 કેપી 9002 કાર માં આવી રહ્યા હતા ત્યારે કાર બેકાબુ બનતા કાર બબ્બે ડિવાઇડર તથા સર્વિસ રોડ ટપી દ્વારકાધીશ હોટલ માં ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં રાજેશભાઈ અને જગાભાઈ ગંભીર રીતે ઘવાતા પ્રાથમિક સારવાર ગોંડલ હોસ્પિટલમાં આપી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અકસ્માત વેળા ઈમરજન્સી 108 ને જાણ કરાઇ હતી.પણ એમ્બ્યુલન્સ નહી આવતા નગરપાલિકા તથા સિવિલ હોસ્પિટલ ની મદદ મંગાઇ હતી.પણ ત્યાં એમ્બ્યુલન્સ હાજર ના હોય ભોજપરા નાં સરપંચે પોતાની કાર માં ઇજા ગર્સ્તો ને હોસ્પિટલ પહોંચતા કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.