ગોંડલ: સગીરાને ગર્ભવતી બનાવનાર પાલક પિતાને 10 વર્ષની કેદ

પત્ની મજુરી કામે જાય ત્યારે 14 વર્ષની નાબાલિકને હવસનો શિકાર બનાવી’તી

 

અબતક, રાજકોટ

ગોંડલ શહેરમાં રહેતી 14 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવ્યાના ગુનાના કેસ ચાલી જતા અદાલતે ભોગ બનનારના ચાલક પિતાને 10 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.વધુ વિગત ગોંડલ ખાતે રહેતા લાલજી ઉર્ફે લાલો લીબા ગોહેલ નામના શખ્સે 14 વર્ષની માસુમ બાળકીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવ્યાની સીટી પોલીસ મથકમાં ભોગ બનનારના માતાએ ફરીયાદ નોંઘવતા પોલીસે ભોગ બનનારના પાલક પિતા લાલજી ઉર્ફે લાલો લીબા ગોહેલની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું.

કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલા અને મુખ્યત્વે ભોગ બનનારની જુબાની ફરીયાદી તથા ડોકટરની જુબાની તેમજ તપાસ કરનારની જુબાનીને પુરાવામાં ગાહય રાખેલ સરકાર વકીલ ઘનશ્યામ ડોબરીયા પોતાની દલીલોમાં સમાજમાં પિતાતુલ્ય અને વડીલ તરીકેની મોભી વ્યકિત જો આવુ કૃત્ય આચરે તો પ્રવર્તમાન માનસ પર વીપરીત અસર પડી શકે અને સમગ્ર રાજયમાં સ્ત્રીઓની તેમજ સગીરવયની બાળકીઓની સલામતી જોખમમાં મુકાય છે.

ઉપરોકત હકીકતો ને પોકસો અદાલતે લક્ષમાં રાખી આરોપી લાલજી ઉર્ફે લાલો લીબા ગોહેલ ને ભારતીય દંડ સહીતની કલમ 376, 506 (ર) તથા પોકસો એકટની કલમ 4 અને 6 મુજબના ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી પોકસો જજ વી.કે. પાઠક એ 10 વર્ષની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલો છે.