Abtak Media Google News

ગોંડલમાં ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કુલમાં ચેરમેન સંદીપભાઈ છોટાળાના પ્રયત્નોનાં ભાગ સ્વ‚પે વિશ્ર્વની શ્રેષ્ઠ શિક્ષણ પધ્ધતિ ધરાવતા ફીનલેન્ડ દેશથી ત્યાંના શિક્ષણવિદ પેટીએ ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કુલનાં શિક્ષકોને ૩ દિવસની ટ્રેનીંગ આપી શિક્ષક તરીકે કઈ કઈ બાબતો ને ધ્યાને લેવી તે વિશે માર્ગદર્શન આપ્યું અને તા.૩ અને ૪મેના રોજ બે દિવસનાં વાલી સેમીનારનું આયોજન કરી ગંગોત્રી ઈન્ટર નેશનલ સ્કુલ તેમજ ગોંડલના અન્ય જાગૃત વાલીઓને વાલી તરીકે સજાગતા રાખવાની બાબત પર માર્ગદર્શન આપ્યું.

બાળકનાં શરીર, મન અને આત્મામાં જે શ્રેષ્ઠ છે. તેને બહાર લાવવા માટે શિક્ષણમાં સમાયેલી કેળવણીને સાર્થક કરવાનો પ્રયત્ન કરવા શું શું કરવું જોઈએ. એ વિષય ઉપર ચર્ચા કરી.

ગોંશલમાં સર ભગવતસિંહજી ના સપનાને સાર્થક કરતી સંસ્થા ગંગોત્રી ઈન્ટરનેશનલ સ્કુલ વાસ્તવિક રીતે આંતરરાષ્ટ્રીય ફલક પર શિક્ષણની નવી દિશા અપનાવવા જઈ રહી છે. એજ વાતને આપણે સાર્થક થતી અનુભવીએ છીએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.